Sun,17 November 2024,12:05 am
Print
header

ACB એ આ નાયબ મામલતદારને રૂપિયા 10 હજારની લાંચ લેતા પકડી લીધા, આ કામ માટે માંગી હતી લાંચ

બે દિવસમાં એસીબીના અનેક ઓપરેશન 

 

બનાસકાંઠાઃ છેલ્લા બે દિવસમાં એસીબીએ અનેક લાંચિયા બાબુઓને શબક શિખવી દીધો છે, આજે બનાસકાંઠાના દિયોદરના નાયબ મામલતદાર (વર્ગ-3) ને રૂપિયા 10 હજારની લાંચ લેતા ઝડપી પાડયાં છે. પુરવઠા મામલતદાર કચેરી, દિયોદરમાં એસીબીની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું છે.

ફરીયાદી સસ્તા અનાજની દુકાન ચલાવે છે, તેમની દુકાનની લાંચિયા બાબુએ વિઝીટ કરી હતી, બાદમાં સસ્તા અનાજની દુકાનના ઓડીટમાં ખામી નહીં કાઢવા અને અન્ય કોઈ હેરાનગતી નહીં કરવા આરોપીએ ફરિયાદી પાસેથી રૂપિયા 10,000/ ની લાંચની માંગણી કરેલી, જે નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેઓએ એસીબીમાં ફરીયાદ કરતા એસીબીના ગોઠવેલ લાંચના છટકામાં આરોપી આવી ગયા છે, એસીબીએ રૂપિયા 10 હજારની રકમ રિકવર કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch