Thu,14 November 2024,12:19 pm
Print
header

બાંગ્લાદેશમાં મુસાફરો ભરેલી બસ તળાવમાં ખાબકી, 17 લોકોનાં મોત, 35 ઘાયલ

ઢાકા: બાંગ્લાદેશના ઝાલાકાઠી સદર જિલ્લાના છત્રકાંડા વિસ્તારમાં એક બસ તળાવમાં પડતાં ત્રણ બાળકો સહિત 17 લોકોનાં મોત થયાં છે અને 35 લોકો ઘાયલ થયાં છે. બશર સ્મૃતિ પરિવહનની બરિશાલ જતી બસ તેની 52 ની ક્ષમતા સામે 60 થી વધુ મુસાફરોને લઈને પીરોજપુરના ભંડારિયાથી નીકળી હતી અને બરીશાલ-ખુલના હાઈવે પર છત્રકાંડા ખાતે રસ્તાની બાજુના તળાવમાં ખાબકી હતી.

અકસ્માતમાં બચી ગયેલા વ્યક્તિએ કહ્યું કે હું ભંડારિયાથી બસમાં ચડ્યો હતો. બસ મુસાફરોથી ભરેલી હતી. તેમાંથી કેટલાક ઉભા હતા. મેં ડ્રાઈવરને સુપરવાઈઝર સાથે વાત કરતા જોયા. અચાનક બસ રોડ પરથી લપસી ગઈ અને અકસ્માત થયો હતો. બધા મુસાફરો બસની અંદર ફસાઈ ગયા હતા. ભીડને કારણે બસ તરત જ ડૂબી ગઈ હતી. હું કોઈ રીતે બસમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો હતો.

બરિશાલ ડિવિઝનલ કમિશનર એમડી શૌકત અલીએ પુષ્ટિ કરી કે 17 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે અને બાકીના ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં છે. મોટાભાગના પીડિતો પીરોજપુરના ભંડારિયા જિલ્લા અને ઝાલકાઠીના રાજાપુર વિસ્તારના રહેવાસી છે. હાલમાં ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch