Fri,01 November 2024,4:55 pm
Print
header

ચૂંટણી પહેલા રૂપિયાની હેરાફેરી, બારડોલી આપના ઉમેદવારના હતા 20 લાખ રૂપિયા, હર્ષ સંઘવીએ કહી આ વાત- Gujarat Post

(બારડોલી આપના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકી)

બારડોલીઃ ગઠિયાઓને પોલીસનો ખૌફ રહ્યો ન હોય તેમ એક પછી એક ચોરી-લંટની ઘટનાઓ બની રહી છે. કારનો કાચ તોડીને બાઇક સવાર બે ગઠિયાઓ 20 લાખ રૂપિયા ભરેલી બેગ લૂંટીને ભાગી છૂટ્યા હતા.જો કે એક યુવકે પીછો કરીને બૂમાબમ કરતાં લૂંટારૂઓ બેગ ફેંકીને ફરાર થઈ ગયા હતા.જેને વીડિયો ગુરુવારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

બારડોલી વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકીની કાર નંબર જીજે-19-એએમ-6502માં એક બેગમાં મુકેલા 20 લાખ રૂપિયા લઇને તેમનો ડ્રાઇવર બારડોલી પોલીસ મથક પાસે કામ અર્થે આવ્યો હતો. કારને લોક કરીને ડ્રાઇવર બહાર ગયો, ત્યારે બે ગઠિયાઓએ ડ્રાઇવર સાઇડનો કાચ તોડીને રૂપિયા ભરેલી બેગ ઉઠાવી બાઇક પર ભાગી છૂટ્યા હતા.એક યુવકે બાઇક સવાર તસ્કરોનો પીછો કરતાં આરટીઓ કચેરી નજીક રૂપિયા ભરેલી બેગ ફેંકીને લૂંટારુઓ ભાગી છૂટ્યા હતા. જે બાદ તેણે બેગ પોલીસને સોંપી દીધી હતી.

ઘટના સામે આવ્યાં બાદ તેના પર બીજી રાજનીતિ શરૂ થઇ ગઇ છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આ લોકો ટેક્સ ભરતા નથી તો આટલા રોકડા રૂપિયા તેમની પાસે ક્યાંથી આવ્યા, શું ગુજરાતમાં અશાંતિ ફેલાવા માટે રૂપિયા મોકલ્યાં હતા ?  પોલીસમાંથી જાણવા મળેલી વિગત પ્રમાણે આ રકમ કડોદરા ખાતે તાજેતરમાં યોજાયેલી આમ આદમી પાર્ટીની સભાના આયોજનની ચૂકવણી માટે આંગડીયા પેઢી દ્વારા મોકલવામાં આવી હતી.આટલી રોકડ રકમ મળ્યાંની જાણ ઈન્કમ ટેક્સ વિભાગને પણ કરવામાં આવી છે. હાલમાં આ મામલે પોલીસ અને આઇટીની ટીમ તપાસ કરી રહી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch