Sat,16 November 2024,4:07 pm
Print
header

બાયડઃ Class-1 મહિલા અધિકારીની આપવીતી, પતિ અપ્રાકૃતિક સેક્સ માટે કરતો હતો દબાણ, સસરો અડપલાં કરતો- Gujarat Post

(Demo Pic)

અરવલ્લી, ગાંધીનગરઃ સરકારના એક વિભાગમાં કામ કરતા ક્લાસ વન મહિલા અધિકારીએ કંટાળીને આખરે પોતાના પતિ અને સસરા વિરુદ્ધમાં પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. છેલ્લા ઘણા સમયથી આ મહિલા અધિકારી પર તેના જ પરિવારજનો ત્રાસ ગુજારતા હતા, પોતાનો પતિ તેની સાથે અપ્રાકૃતિક સેક્સ માટે દબાણ કરતો હતો અને પોતાનો સસરો શારિરીક અડપલાં કરતો હતો.

બાયડ ભાજપના પૂર્વ મંત્રી મણિલાલ પંચાલ સામે આ ફરિયાદ થઇ છે, તેઓ અને તેમના પુત્ર જયેશ પંચાલ પર મહિલા અધિકારીએ ફરિયાદ કરી છે. આરોપ એવા પણ છે કે મહિલા અધિકારીની નણંદ, નણદોઇ અને સાસુ-સસરા વારંવાર દહેજ માટે દબાણ કરતા હતા. તેઓએ તેની સાથે મારઝૂડ પણ કરી હતી. મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેના સાસુ સસરા ગાંધીનગર તેમની સાથે રહેવા આવ્યાં હતા ત્યારે પણ સસરા તેની સાથે ગંદા અડપલા કરતા હતા.આ મહિલા અધિકારીએ જયેશ પંચાલ સાથે પ્રેમલગ્ન કર્યાં હતા અને જેના પર વિશ્વાસ રાખ્યો તે જ પતિએ તેની જિંદગી બરબાદ કરી નાખી છે.

આ બહુચર્ચિત કેસમાં પોલીસે ગુનો દાખલ કરીને મહિલાના પતિ, સસરા-સાસુ સહિતના આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. મહિલા અધિકારીને આશા છે કે આ કેસમાં તેને ચોક્કસથી ન્યાય મળશે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch