Mon,18 November 2024,5:41 am
Print
header

બાયડમાં મહિલા અધિકારીની કોન્ટ્રાક્ટરના ઘેર મહેમાન નવાજી ટોક ઓફ ધી ટાઉન !!!

ઓફિસરની કસોટી આપવા પેટા કોન્ટ્રાક્ટરની કારમાં ગયા હતા ??? જોરશોરથી ચર્ચાઓ !!!

અરવલ્લીઃ બાયડ બદલી થઇને આવેલા એક મહિલા અધિકારીએ પેટા કોન્ટ્રાક્ટનું કામ કરતા એક શખ્સના ઘેર ઉતારો લેતાં સમગ્ર ગામમાં આ મુદો ચર્ચાનો વિષય બન્યો છે. બાયડમાં ચાલી રહેલી ચર્ચાઓ મુજબ અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂર્ણ થયા બાદ ગત 16મી માર્ચે આ મહિલા અધિકારીએ બાયડની એક સરકારી કચેરીનો ચાર્જ સંભાળ્યો છે. લોકમુખે ચાલી રહેલી કાનાફુસી મુજબ આ મહિલા અધિકારીએ ચાર્જ લીધા બાદ તરત જ બાયડમાં પેટા કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા અને ચોક્ક્સ રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા શખ્સના ઘેર ઉતારો લીધો હતો. ત્યારથી લઇને આજદીન સુધી તેમણે અહીં જ અડીંગો જમાવ્યો છે. 

આ મહિલા અધિકારીના બધા ઠાઠમાઠ સચવાઇ રહ્યાં છે.તાજેતરમાં આ મહિલા અધિકારી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન હેઠળ વર્ગ 1-2ની કસોટી આપવા આ પેટા કોન્ટ્રાક્ટરની ચમચમાતી ગાડીમાં સવાર થઇને ગયાં હતાં ??? તેવી ત્યાંના રહીશો ચર્ચા કરી રહ્યાં છે. એટલું જ નહીં, ઘરથી કચેરી અને કચેરીથી ઘર આવનજાવન માટે તેમજ વતનમાં જવા માટે તેઓ આ પેટા કોન્ટ્રાક્ટરની ચમચમાતી ગાડીનો જ ઉપયોગ કરતા હોવાનુ લોકો કહી રહ્યાં છે. બાયડમાં અનેક સરકારી અધિકારીઓ નોકરી અર્થે આવે છે પરંતુ રહેઠાણ માટે તેમણે કોઇ કોન્ટ્રાક્ટરના ઘેર ઉતારો લીધો હોય તેવું ભુતકાળમાં ક્યારેય બન્યું નથી તેવું લોકોનું માનવું છે. 

એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે, ચોક્કસ રાજકીય પાર્ટી માટે ચૂંટણીમાં ફંડ વાપર્યા બાદ નાણાંનો સ્ત્રોત ઉભો કરવા તેમજ ખોટા બિલો મંજૂર કરવા અને કામ ન કર્યું હોવા છતાં ચેકો પર સહીઓ લેવડાવી રૂપિયા છૂટા કરવામાં આ મહિલા અધિકારી ઉપયોગી સાબિત થઇ શકે ઉપરાંત આ મહિલા અધિકારી બાયડની જે સરકારી કચેરીના બોસ બનીને આવ્યાં છે ત્યાં પોતાના રાજકીય હેતુઓ પાર પાડવા માટે તેમનો ઉપયોગ કરી શકાય તેવા ઇરાદે આ માયાજાળ પાથરવામાં આવી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.ચાલી રહેલી ચર્ચાઓ મુજબ આ મહિલા અધિકારી બાયડના તેજાબી સ્થાનિક રાજકારણથી અજાણ લાગે છે. તેમનાથી ભૂલેચૂકે કોઇ એવું કામ રખેને થઇ જાય અને તેમણે સરકારી કચેરી છોડી હાઇકોર્ટના ચક્કર લગાવવાની નોબત પણ આવી શકે તેવી ચર્ચાઓ પણ રાજકીય વર્તુળોમાંથી મળી રહી છે.

પારદર્શિતાની વાતો કરતી ગુજરાત સરકાર અને સરકારના સીધા પ્રતિનિધિ એવા અરવલ્લી જિલ્લાના સમાહર્તા તાકીદે આ સમગ્ર પ્રકરણની તપાસ બેસાડે તેવી બાયડના ગ્રામજનોની માગણી છે. એટલું જ નહીં, ગત 17મી માર્ચથી આ મહિલા અધિકારીએ બાયડની આ સરકારી કચેરીનો ચાર્જ સંભાળ્યો ત્યારથી લઇને આજદિન સુધી સરકારી કચેરીમાં તે પેટા કોન્ટ્રાક્ટરના લાભાર્થે જે કોઇ બિલો મંજૂર કરવામાં આવ્યા હોય અને જે કોઇ ચેકો પર તેમની સહીઓ કરવામાં આવી હોય તે સમગ્ર રેકર્ડ કલેક્ટર કચેરીમાં મગાવી મહિલા અધિકારી નો લેખિતમાં ખુલાસો પુછવામાં આવે તેવી બાયડના ગ્રામજનોની લાગણી છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch