Sat,16 November 2024,7:55 am
Print
header

સ્વચ્છ બનાવો સુરતને, પાન-માવા ખાઈને પિચકારી મારતા લોકો સામે અભિયાન- Gujarat Post

(file photo)

  • સુરતના યુવાનોએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પાત્રોની થિમ પર શરૂ કર્યું અભિયાન
  • બેનરો થકી લોકોને જાહેરમાં ન થૂંકવા માટેનો સંદેશો અપાયો
  • પાનના ગલ્લા બહાર બેનરો સાથે ઉભા રહીને જાહેરમાં ન થૂંકવાની અપીલ કરાઈ

સુરતઃ અનેક લોકો પાન-માવાના બંધાણી હોય છે, તેનું સેવન કર્યાં બાદ જ્યાં ત્યાં પિચકારી મારતા હોય છે. ડાયમંડ સિટી સુરતમાં અનેક સ્થળો, માર્ગો, શેરી, મહોલ્લામાં પાન, તમાકુ, માવા અને ગુટખા ખાઈ જાહેર જગ્યાએ પિચકારી મારનારા લોકો જોવા મળે છે. જેને લઈ સુરતના યુવાનોએ એક અનોખી ઝુંબેશ શરૂ કરી છે. જેમાં પાનના ગલ્લા બહાર બેનરો સાથે ઉભા રહીને જાહેરમાં ન થૂંકવાની અપીલ કરાઈ છે.

સ્વચ્છ ભારત મિશન અભિયાન અંતર્ગત સુરતના યુવાનોએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કિરદારોની થીમ પર પાનની પિચકારી રોકવા બનેરો બનાવ્યાં છે.જેમાં ડસ્ટબિનમાં થૂંકના સહી બાત હૈ, હૈ મા માતાજી, યે રાસ્તે પે કિસને થૂંક દીયા, લાલ પિચકારી પજશે ભારે જેવા અવનવા સ્લોગન લખ્યા છે.

આ બેનરો થકી લોકોને જાહેરમાં ન થૂંકવા માટેનો સંદેશો અપાયો હતો. પાલિકાના આરોગ્ય વિભાગ સાથે સંકલન કરી જાહેરમાં થૂંકવાનું રોકવા માટે નવા પ્રકારના વધુ કાર્યક્રમો કરવા અને વધુમાં વધુ લોકો સુધી સંદેશ પહોંચાડવાના પ્રયાસો કરાશે.લોકોને થૂંકવા માટે રિયૂઝેબલ કપ આપવા અંગે પણ એક સંસ્થા કામ કરી રહી છે. આ કપ લોકો પોતાની ગાડીમાં પણ રાખી શકશે. આ પ્રોડક્ટના ઉપયોગથી જાહેરમાં પાન પિચકારી મારવાની સમસ્યા પણ હલ થશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch