Sat,16 November 2024,5:55 am
Print
header

પુત્રને મળી ભયાનક સજા, ઉદ્યોગપતિએ 25 વર્ષના પુત્ર પાસે દોઢ કરોડનો હિસાબ માંગ્યો, ન આપતા આગ ચાંપી- Gujarat Post

બેંગ્લોરઃ ચામરાજપેટમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે,જ્યાં એક પિતાએ પોતાના જ પુત્રને આગ લગાવીને મારી નાખ્યો છે. પિતા સુરેન્દ્ર અને પુત્ર અર્પિત વચ્ચે થોડા દિવસોથી બિઝનેસને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. વિવાદ એટલો વધી ગયો કે રાજસ્થાનના રહેવાસી 55 વર્ષીય સુરેન્દ્રએ પહેલા તેના 25 વર્ષના પુત્ર અર્પિત પર રસ્તાના કિનારે પેઇન્ટ થીનર ફેંક્યું અને પછી તેને આગ લગાવી દીધી.પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે.

પિતા સુરેન્દ્ર ફેબ્રિકેશનનો બિઝનેસ કરે છે. તેમનો પુત્ર અર્પિત દુકાન ચલાવતો હતો. પિતાએ જ્યારે હિસાબ માંગ્યો ત્યારે અર્પિત 1.5 કરોડ રૂપિયાનો હિસાબ આપી શક્યો ન હતો, જેને કારણે પિતા-પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો.

આ સમગ્ર ઘટના ચામરાજપેટ પાસેના આઝાદ નગરની છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. અર્પિત આગની જ્વાળાઓથી ઘેરાયેલા રસ્તા પર દોડ્યો હતો. પાડોશીઓ અને વેરહાઉસના કામદારોએ તેને બચાવ્યો અને તેને વિક્ટોરિયા સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. એક અઠવાડિયા સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યાં પછી ગુરુવારે (7 એપ્રિલ) તેનું અવસાન થયું હતું.

પિતા સુરેન્દ્રની ધરપકડ કરવામાં આવી છે અને તેની સામે આઈપીસીની કલમ 302 હેઠળ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. હત્યા પાછળનું કારણ નાણાંકીય લેવડદેવડ હતું. જેના કારણે પિતા-પુત્ર વચ્ચે 15-20 મીનિટ સુધી મારામારી થઈ હતી. ધંધામાં ખોટ જવાથી તેના પિતા ખૂબ ગુસ્સે હતા. આ પછી પિતાએ તેના પુત્ર પર થીનર ફેંક્યું હતું પછી માચીસ બોક્સથી આગ સળગાવીને પુત્ર પર ફેંકી હતી.સુરેન્દ્ર રાજસ્થાનનો રહેવાસી છે, પરંતુ ઘણા વર્ષોથી બેંગ્લોરમાં રહે છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch