Sat,21 September 2024,5:55 am
Print
header

ભરૂચમાં બે કાર વચ્ચે જોરદાર અકસ્માત, 5 લોકોનાં મોત, કારના ફુરચેફુરચા ઉડી ગયા

ભરૂચના હાંસોટના અલવા ગામ પાસે જોરદાર અકસ્માત

બંને કારની ટક્કર થતાં કારના ફુરચેફુરચા ઉડી ગયા

આ અકસ્માતમાં 5 લોકોનાં મોત થઇ ગયા

ભરૂચઃ હાંસોટ તાલુકાના અલવા ગામ પાસે બે કાર અથડાતા ચાર લોકોનાં ઘટના સ્થળે જ મોત થયા છે. જ્યારે કારમાં સવાર અન્ય વ્યક્તિને હોસ્પિટલમાં લઇ ગયા પછી તેમનું પણ અહીં મોત થઇ ગયું હતુ. હાંસોટ પોલીસને અકસ્માતની જાણ થતા ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે.

હાંસોટ તાલુકાના અલવા ગામ પાસે થયેલા અકસ્માતમાં GJ16 DG 8381 નંબરની હુન્ડાઈ વેન્યૂ કાર હિરેન્દ્રસિંહના નામે નોંધાયેલી છે. GJ06 FQ 7311 નંબરની વર્ના કાર ભરૂચના રેડીમેઈડ ગારમેન્ટના વેપારીના નામે હોવાનું જાણવા મળ્યું છે. ગમખ્વાર અકસ્માતમાં 4 મહિલા અને 1 પુરુષ સહિત 5 લોકોનાં મોત થયા છે.

બંને કાર વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે બંને કારના આગળના ભાગના ફુરચેફુરચા નીકળી ગયા હતા. હાંસોટ પોલીસને જાણ થતા ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે. આ અકસ્માતમાં એક બાળકનો ચમત્કારિક બચાવ થયો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch