Fri,15 November 2024,8:05 am
Print
header

ભરૂચમાં માતાની ક્રૂરતા, ગળું દબાવીને દીકરીની હત્યા કરીને પતિને કહ્યું- આપણી અંશુ કંઈ બોલતી નથી

ભરૂચઃ એક માતાએ પોતાની પાંચ વર્ષની દીકરીનું ગળું દબાવીને હત્યા કરી નાખી છે. પતિને આ વાતની જાણ થતા પોલીસ સ્ટેશનમાં પત્ની વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. મૂળ રાજસ્થાનના અને વર્ષોથી ભરૂચમાં રહેતા માનવસિંગ રામસિંગ ચૌહાણને ત્રણ દીકરીઓ હતી, જેમાંથી એકનું 20 દિવસે મોત થયું હતુ, બીજી દિકરીનું ત્રણ વર્ષે અને ત્રીજી દિકરીનું પાંચ વર્ષે મોત થયું હતું. જ્યારે પતિને જાણ થઇ કે પાંચ વર્ષની અંશુની હત્યા પોતાની જ પત્નીએ કરી છે. ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી.

મૂળ રાજસ્થાનના માનવસિંગ રામસિંગ ચૌહાણ પરિવાર સાથે છેલ્લાં 8 વર્ષથી ભરૂચમાં રહે છે. માનવરસિંગના લગ્ન નંદિની સાથે થયા હતાં. માનવરસિંગ અને નંદિનીની ત્રીજી દીકરીનું નામ અંશુ રાખવામાં આવ્યું હતુ.

માનવસિંગના મોટાભાઇ કલ્યાણસિંગને કોઇ સંતાન ન હતું, જેથી અંશુને દત્તક આપી હતી. તે કલ્યાણસિંગ સાથે જ રહેતી હતી. હોળી પર પરિવાર રાજસ્થાન પોતાના વતનમાં ગયો હતો, ભરૂચ પાછા આવ્યાં બાદ માનવસિંગ પોતાના કામે જવા લાગ્યા હતા, સવાર સમયે નંદિનીએ ફોન કરીને કહ્યું કે અંશુ આપણા ઘરે આવી છે. થોડા સમય બાદ કલ્યાણસિંગે ફોન કરીને જાણ કરી કે અંશુને કંઇક થઇ ગયું છે, જે બોલતી નથીં. હું તેને લઇને સિવિલ હોસ્પિટલ જાઉ છું. સિવિલમાં ફરજ પર હાજર ડોક્ટરે અંશુને મૃત જાહેર કરી હતી.

ભરૂચ સિવિલમાં જ્યારે અંશુને લઇ જવાઇ હતી ત્યારે ડોક્ટરને શંકા જતા પોલીસને જાણ કરી હતી, આ ઘટનામાં અંશુના પિતા માનવસિંગને શંકા જતા તેમને અંશુના મૃતદેહને ધ્યાનથી જોતા ગળાના ભાગે નિશાન મળી આવ્યાં હતા. જેથી પેનલ પોસ્ટમોર્ટમ કરાવવાનું નક્કી કર્યું હતું. માનવસિંગે પોતાની પત્ની નંદિનીને પૂછ્યું કે સવારે અંશુ ઠીક હતી તો આ કંઇ રીતે થયું ? નંદિનીને પતિએ કડકાઇથી પૂછપરછ કરી તો તેને સ્વીકાર્યું કે આપણા અવારનવાર ઝઘડાથી હું કંટાળી ગઇ હતી. જેથી મે દીકરીને ગળું દબાવીને હત્યા કરી છે ત્યારબાદ હું પણ આત્મહત્યા કરવાની હતી. પતિની ફરિયાદ અને પીએમ રિપોર્ટમાં બાળકીની હત્યા થઇ હોવાનું સામે આવતા માતાની ધરપકડ કરવામાં આવી છે. 

નોંધનિય છે કે 3 વર્ષની બંશુકા અને 20 દિવસની દિકરીના મોત પણ શંકાસ્પદ હતા, જે મામલે પોલીસે આરોપી માતાની પૂછપરછ શરૂ કરી છે. એક માતાએ તેની ત્રણેય દિકરીઓનું હત્યા કરી હોવાની આશંકા પર તપાસ થઇ રહી છે.

 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch