Fri,01 November 2024,12:47 pm
Print
header

નેત્રંગમાં નરેન્દ્ર મોદીએ ભાજપના સંકલ્પ પત્રને લઈને કહી આ વાત- Gujarat Post

ગુજરાત સરકાર કામો કરશે અને દિલ્હીમાં બેઠેલો તમારો આ મોદી પૂરી તાકાત લગાવશે

સંકલ્પ પત્ર પછી આદિવાસી, ખેડૂતોએ એક અવાજે કહ્યું છે ભાજપને જ જીતાડીશું

ભરૂચઃ નેત્રંગ ખાતે જનસભાને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે, અમારો સંકલ્પ પત્ર એટલો બધો વ્યાપક છે કે તેના કારણે ગુજરાતનો વિકાસ હજુ ઝડપથી થશે.સંકલ્પ પત્રને લઈને મને વિશ્વાસ છે કે, ગુજરાત સરકાર કામો કરશે અને દિલ્હીમાં બેઠેલો આ મોદી તેમને મદદ કરવા પૂરી તાકાત લગાવશે. સંકલ્પ પત્ર પછી આદિવાસી, ખેડૂતોએ એક અવાજે કહ્યું છે કે, આ સંકલ્પ પત્ર સર્વપક્ષીય છે અને તેને કારણે અમે વધુ મતોથી જીતવાના છીએ.

મોદીએ કહ્યું કે, હું જ્યારે નવો નવો મુખ્યમંત્રી બન્યો હતો ત્યારે દિકરીઓના ભણવાને લઈને ચિંતા થતી હતી, પરંતુ હવે અમારી સરકાર તેમના માટે પણ ઘણું કામ કર્યું છે.આજે દિકરીઓ ભણવા લાગી છે. 20 વર્ષ પહેલા ગુજરાતમાં શાળાએ દિકરીઓ જતી હતી, પરંતુ 4 ધોરણ પછી ઘરે પાછી આવી જતી હતી.પરંતુ આજે દિકરીઓ વિવિક્ષ ક્ષેત્રોમાં કામ કરી રહી છે.ઉમરગામથી અંબાજી સુધી નવી શાળાઓ બની. તમારી અપેક્ષા વધી તેમ તેમ શાળાઓ અમે બનાવતા ગયા, હવે આદિવાસી બાળકોને ભણવાની અનેે સ્કિલ ડેવલપમેન્ટની સુવિધાઓ મળી.

આઝાદીના 75 વર્ષ પછી પણ તમારે ડૉક્ટરો બનવું હોય તો અંગ્રેજીમાં ભણવું પડે છે, શહેરમાં જવું પડે છે. પૈસાની તંગીને કારણે અનેક લોકો આગળ અભ્યાસ નથી કરી શકતા, પરંતુ હવે અમારી સરકારે અનેક સરળતા ઉભી કરી છે. ડોક્ટરની ડીગ્રી પણ હવે ગુજરાતીમાં લઇ શકાશે.

અમારા સંકલ્પ પત્રમાં ખેડૂતો, આદિવાસી અને યુવાઓ માટે અનેક યોજનાઓ છે, ગુજરાતમાં ફરી અમારી સરકાર બન્યાં પછી અમે આ યોજનાઓ લાગુ કરીશું.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch