Fri,01 November 2024,12:59 pm
Print
header

હું જૂના સાથીઓને મળવા અને તમારા દર્શન કરવા આવ્યો છું, ચૂંટણી તો તમે જીતાડવાના જ છોઃ મોદી

તમારો દિકરો દિલ્હીમાં બેઠો છે જે ગુજરાતની સેવા કરવાનો જ છે 

કોઇ પણ કામ 100 ટકા પુરુ થવું જોઈએ. 95 કે 96 ટકા પૂર્ણ થયું હોય તે ન ચાલે

મારા માટે જૂના સાથીઓને મળવાનો અને તમારા દર્શન કરવાનો આ સમય છે, ચૂંટણી તો તમે જીતાડવાના જ છો

ભરૂચઃ ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના પ્રચારની કમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંભાળી છે. આજે મોદીએ ભરૂચના નેત્રંગમાં જનસભાને સંબોધન કરતા કહ્યું કે, ગયા 8 વર્ષમાં હજારો ઘરો એવા હતા કે ત્યાં વીજળીનું કનેક્શન ન હતું. તમે જ કહો કે તમારો દિકરો દિલ્હીમાં બેઠો હોય અને તેને આ બધુ જોઈને દુઃખ થાય કે ના થાય ?? હું સરકારને દોડાવું છું, બરાબર દોડાવું છે. કામ 100 ટકા પુરુ થવું જોઈએ. 95 કે 96 ટકા નહીં ચાલે,100 ટકા કામ થાય તો ભ્રષ્ટાચાર થાય જ નહીં. કોઈને કટકી મળે જ નહીં. આપણે આવું જ કામ કરીએ છીએ.  

પહેલા ઘર કેવું જોઈએ તે સરકાર નક્કી કરતી હતી, પરંતુ હવે લોકો જ નક્કી કરશે કે તેમને ઘર કેવું બનાવવું છે અને કેવો માલ સામાન વાપરવો છે. આપણે નિયમો બદલી નાખ્યા, ઘર આપવાનું તે સાચા માણસને મળવું જોઈએ. વચ્ચે કોઈ વચેટીયો નહીં ચાલે. ફોટો પાડીને કામ બતાવી દે એટલે સીધા પૈસા ખાતામાં જતા રહે છે. ત્રણ કરોડથી વધુ લોકોના ઘર બન્યાં છે. ઝૂંપડીમાં કે ફૂટપાથ પર રહેતા હતા તેમના પણ ઘરો બન્યાં છે. 10 લાખ ઘરો ગુજરાતમાં બન્યા છે. આ પટ્ટામાં 20 હજાર ગરીબ પરિવારોના પાકા ઘરો બની ગયા છે. આદિવાસીના આ પટ્ટામાં તેમને મકાનો મળ્યાં છે. 

મોદીએ કહ્યું મારા માટે જૂના સાથીઓને મળવાનો સમય છે,  તમારા દર્શન કરવા આવું છું, આ ચૂંટણી તો તમે જીતાડવાના છો. કોરોનાની મહામારી આવી પરંતુ આપણે તેની વેક્સિન લોકોને ઝડપી આપીને તેમના જીવ બચાવી લીધા.હવે મારે  આપણા હિન્દુસ્તાનને આધુનિક બનાવવું છે. લોકોને ડિજિટલ તાકાત શું છે એ ખબર પડવી જોઇએ. 

પહેલા ખેડૂતોને વીજળીની મૂશ્કેલી પડતી હતી,આજે વીજળી મળી રહી છે. બીજના પૈસા પણ સીધા તેમના બેંક ખાતામાં જમા થાય છે. આ વિસ્તારમાં જ 2 લાખ ખેડૂતોના ખાતામાં સીધા પૈસા પહોંચી રહ્યાં છે. અંદાજે 400 કરોડ રુપિયા તમારા આ વિસ્તારના ખેડૂતોના ખિસ્સામાં ગયા છે.  

મોદીએ કહ્યું, તમારો આ દિકરો દિલ્હીમાંથી બનતા બધા જ પ્રયાસ કરશે.આજે ગુજરાતની દીકરીઓ નામ કમાઈ રહી છે. આજે આદિવાસી વિસ્તારોમાં શાળા બનવા લાગી છે. 20 વર્ષ પહેલા દીકરીઓ ભણવાનું છોડી દેતી. પરંતુ આજે ગુજરાતની દીકરીઓ નામ કમાઈ રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch