Sun,17 November 2024,2:24 pm
Print
header

તૌકતે વાવાઝોડામાં સહાયથી વંચિત અસરગ્રસ્તોને યોગ્ય સહાય ચૂકવવા માંગ

તૌકતે વાવાઝોડાના 82 દિવસ બાદ પણ અનેક પરિવારો સહાયથી વંચિત

રાજુલાના સ્થાનિક સામાજિક કાર્યકર્તા અજય શિયાળે સરકારને બાકી સહાય માટે પત્ર લખી જાણ કરી

અધિકારીઓની બેદરકારીને કારણે અનેક પરિવારોને મદદ મળી નથી. 

સહાય ચૂકવવામાં નહીં આવે તો કાયદાકીય લડત લડવામાં આવશે

ભાવનગરઃ તૌકતે વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. અંદાજે 230 કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાયેલા પવનને કારણે ભારે તારાજી સર્જીઇ હતી, રહેણાંક મકાનો, પશુપાલન, ખેતી, માછીમારી, મીઠાં ઉધોગ, વીજ પુરવઠાને મોટું નુકસાન થયુ હતુ, હજારો લોકો વાવાઝોડાનો ભોગ બન્યા હતા. જેમાં સરકારે આર્થિક રાહત પેકેજ જાહેર કર્યું હતું પણ હકીકત એ છે કે આજે પણ અનેક પરિવારોને સરકારી મદદ મળી નથી. 

રાજુલાના સ્થાનિક અગ્રણી અજય શિયાળે કહ્યું કે 230 કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાયેલા પવને તારાજી સર્જી હતી. લોકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.જેમાં સરકારે 1000 કરોડ રૂપિયાનું રાહત પેકેટ જાહેર કર્યું હતુ, પરંતુ વાવાઝોડાના 82 દિવસ બાદ પણ આજે ઘણાં બધા લોકો સરકારની સહાયથી વંચિત છે. વંચિત પરિવારને સહાય ચૂકવવા માટે ભાજપ કોંગ્રેસ સહિતના આગેવાનો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સરકાર દ્વારા હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી હવે અસરગ્રસ્તોની ધીરજ ખૂટી રહી છે તેનાં માટે મોટી સંખ્યામાં લોકોએ આવેદનપત્ર આપીને રેલી પણ યોજી હતી. 

ગાંધીનગર ખાતે રાજ્યના ચીફ સેક્રેટરીને પત્ર સુપ્રત કરી રજૂઆત કરવામાં આવી છે કે સહાય માટે ફોર્મ મંજૂર થયા છે પરંતુ હજુ 82 દિવસ બાદ પણ રકમ જમા થઇ નથી. તેવા પરિવારોને વહેલી તકે સહાય ચૂકવવામાં આવે તથા વાવાઝોડાની સહાયથી વંચિત તમામ અસરગ્રસ્તોને વિસંગતતાઓ દૂર કરીને યોગ્ય નુકસાન સહાય ચૂકવણી કરવામાં આવે, જેમનાં ફોર્મ યોગ્ય કારણ વગર નામંજૂર કરવામાં આવ્યા છે તેનાં ફોર્મ મંજૂર કરવામાં આવે.

ખાસ કરીને માછીમારો, પશુપાલન, ખેતીવાડી, બાગાયત પાકો, મીઠાં ઉધોગ, મત્સ્યોદ્યોગ સહિતના નાના મોટા વ્યવસાયમાં સહાયથી વંચિત રહેલા લોકોને યોગ્ય સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. આગામી દિવસોમાં સરકાર દ્વારા વાવાઝોડાનાં અસરગ્રસ્તોને યોગ્ય સહાય ચૂકવવામાં નહીં તો ના છૂટકે કાયદાકીય લડત કરવામા આવશે અને કોર્ટનો દરવાજો ખખડાવવામાં આવશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch