Sun,17 November 2024,4:01 pm
Print
header

GST કૌભાંડમાં હવે ભાજપ સરકારનું નાક કપાઇ રહ્યું છે, વધુ 4 આરોપીઓ ઝડપાયા પરંતુ માસ્ટર માઇન્ડ પર કોની કૃપા ?

દરેક વખતે કૌભાંડીઓને બચાવનાર અમદાવાદ ઓફિસના"ભાઇ જાન" કોણ છે ?

અલંગ, ભાવનગરમાં 12 મહિનામાં જ કરોડપતિ થઇ રહ્યાં છે અધિકારીઓ

શું અધિકારીઓની મિલિભગત વગર આવા કૌભાંડો શક્ય છે ! 

અંદાજે રૂ.2 હજાર કરોડનું GST બોગસ બિલિંગ કૌભાંડ

આખરે ભાજપ સરકાર આવા કૌભાંડો પર કેમ ચૂપ છે ?

મહેશ આર પટેલ, એડિટર 

અમદાવાદઃ હાલમાં જીએસટી વિભાગ ભાવનગરના અંદાજે 2000 કરોડ રૂપિયાના મોટા કૌભાંડની તપાસ કરી રહ્યું છે જેમાં અગાઉ અફઝલ સાદિક અલી અને પ્રાંતિજની એક મહિલા સહિત 2 લોકોની ધરપકડ કરાઇ હતી હવે બોગસ બિલિંગ કૌભાંડમાં બીજા 4 આરોપીઓ પકડાયા છે અનેક આરોપીઓ ફરાર છે. ભાવનગર, અલંગ, અમદાવાદ, રાજકોટ, પ્રાંતિજ ગાંધીનગર, સુરત સહિતના શહેરોમાં બોગસ કંપનીઓ ઉભી કરીને સરકારમાંથી કરોડો રુપિયાની આઇટીસી લઇ લેવામાં આવી હોવાનું સાબિત થયું છે કેટલાક ઇમાનદાર અધિકારીઓને કારણે જ આ કૌભાંડ ઝડપાઇ ગયું છે.

માધવ કોપરનું કરોડો રૂપિયાનું કૌભાંડ

ભાવનગરની માધવ કોપર લિમિટેડ નામની કંપનીએ 136 કરોડ રૂપિયાની આઇટીસી લઇને સરકારને મોટો ચૂનો લગાવ્યો છે આ કંપનીના કૌભાંડનો આંકડો 1000 કરોડ રૂપિયાથી પણ વધુ છે. હવે બોગસ બિલિંગ કૌભાંડમાં જાહીદ યુનુસ કાબરિયા, ગોસ્વામી રોહિતગીરી નટવરગીરી, વિક્રમ બોઘા બારૈયા અને એઝાઝ હનિફ શેખની ધરપકડ કરાઇ છે આ કૌભાંડીઓએ અંદાજે 30 કરોડ રૂપિયાની ટેક્સચોરી કરી છે એટલે કે આટલા રૂપિયાનો સરકારને ચૂનો લગાવ્યો છે.

કૌભાંડીઓને બચાવનાર અમદાવાદ ઓફિસના"ભાઇ જાન" કોણ છે ?

સ્ટેટ જીએસટી વિભાગનું હવે નાક કપાઇ રહ્યું છે એક પછી એક બોગસ બિલિંગના કૌભાંડો સામે આવી રહ્યાં છે. જો કે માસ્ટર માઇન્ડ છટકી જાય છે. અનેક કિસ્સાઓમાં સામાન્ય લોકો સામે કાયદાકીય કાર્યવાહી થઇ રહી છે કૌભાંડીઓ સ્ક્રેપ અને અન્ય બિઝનેસના નામે સામાન્ય લોકોના ડોક્યુમેન્ટ મેળવીને બોગસ પેઢીઓ ઉભી કરી દે છે. પછી માલની હેરાફેરી કર્યાં વગર અને કેટલાક કિસ્સાઓમાં બિલ વગરનો માલ લેવેચ કરીને કરોડો રૂપિયાની ટેક્સ ચોરી કરે છે.બોગસ બેંક ખાતાઓ બનાવીને તેમાં કરોડો રૂપિયાના ટ્રાન્જેક્શન કરીને કરોડો રૂપિયાની આઇટીસી ઘર ભેગી કરે છે.

આવા કૌભાંડીઓને કોઇ મોટું રક્ષણ આપે છે દુબઇથી બોગસ બિલિંગનું નેટવર્ક ચલાવનાર ગેંગનો કોઇ વ્યક્તિ સ્ટેટ જીએસટી ઓફિસ અમદાવાદની કચેરીમાં પણ પોતાની મનમાણી કરીને આરોપીઓને રક્ષણ આપતો હોવાનું જીએસટી વિભાગના ઇમાનદાર અધિકારીઓનું કહેવું છે. ભ્રષ્ટ અધિકારીઓને કારણે જ બિલિંગ કૌભાંડના માસ્ટર માઇન્ડ બહાર ફરી રહ્યાં છે.તેમ છંતા ભાજપ સરકાર હજુ સુધી ચૂપ છે હજારો કરોડના કૌભાંડો સામે આવ્યાં પછી પણ અધિકારીઓ સામે કોઇ કાર્યવાહી થઇ નથી. તમે પણ વિચારી શકો છો કે 2000 કરોડ રૂપિયાનું કૌભાંડ થઇ ગયું અને અધિકારીઓને હવે ખબર પડી, ત્યાં સુધીમાં તો માસ્ટર માઇન્ડ ફરાર પણ થઇ ગયા.

ભાવનગરમાં મહિનાઓમાં જ કરોડપતિ થઇ રહ્યાં છે અધિકારીઓ

માત્ર એક વર્ષ કરતા ઓછા સમયમાં જ અલંગ-ભાવનગરમાં નોકરી કરનારા કેટલાક અધિકારીઓ કરોડપતિ થઇ જાય છે મલાઇદાર પોસ્ટ મેળવવા લોબિંગ કરાય છે પછી ભ્રષ્ટાચાર કરાય છે આવા અધિકારીઓ સામેની ફરિયાદો કચરાપેટીમાં નાખી દેવામાં આવે છે. કારણ કે તેમનો આકા અમદાવાદની હેડ ઓફિસમાં છે, માધવ કોપર જેવી કંપની આટલું મોટું કરોડોનું કૌભાંડ કરી ગઇ અને અધિકારીઓ ઉંઘતા હોય તે વાત માન્યામાં આવતી નથી, સાચી વાત તો એ છે કે કેટલાક અધિકારીઓએ તો કૌભાંડીઓની કૃપાથી પોતાની બેનામી સંપત્તિ વધારી છે. ખરેખર તો કૌભાંડીઓ પાસેથી કરોડો રૂપિયા લઇને તેમને પ્રોટેક્શન આપવામાં આવ્યું છે તેવું જ કહી શકાય, જો હાલના કૌભાંડોની ઉંડી તપાસ થાય તો અમદાવાદમાં બેઠેલા ભાઇ જાન સુધી રેલો આવી શકે છે જો કે કૌભાંડીઓને કાયદાનો કોઇ ડર નથી તેઓ કહી રહ્યાં છે કે અપને ભાઇજાન બેઠૈ હૈ.....અગર એરેસ્ટ ભી કીયા તો જામીન લે કે બહાર આ જાયેંગે, ઔર બોગસ કંપનીયા શરૂ કરકે પૈસા બનાયેંગે..હવે જોવું રહ્યું કે જીએસટીના ઇમાનદાર ઉચ્ચ અધિકારીઓ અને ભાજપ સરકાર પોતાનું હજુ કેટલું નાક કપાવવાની તાકાત ધરાવે છે !

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch