Mon,18 November 2024,3:47 am
Print
header

ભાવનગરમાં કસ્ટમ વિભાગના કર્મચારીઓ દારૂ પાર્ટી કરતા ઝડપાયા, જાણો વધુ વિગતો

પ્રતિકાત્મક ફોટો

ભાવનગરઃ ગુજરાતમાં દારૂબંધીનો કાયદો હોવા છંતા દારૂ તો વેચાઇ જ રહ્યો છે પાડોશી રાજ્યોમાંથી ગુજરાતમાં હજારો બોટલ દારૂ ઠલવાઇ રહ્યો જ છે. હવે ભાવનગરમાં કસ્ટમ વિભાગના કેટલાક કર્મચારીઓ દારૂ પાર્ટી કરતા પોલીસના હાથે રંગેહાથ ઝડપાઇ ગયા છે ત્રણેય કર્મચારીઓ કસ્ટમની ઓફિસમાં જ દારૂની મહેફિલ માણતા હતા ત્યારે જ પોલીસની ટીમ અહીં ત્રાટકી હતી

ત્રણેય કર્મચારીઓ પાસેથી દારૂની બોટલ સહિતનો સામાન પોલીસે જપ્ત કર્યો છે પોલીસને માહિતી મળી હતી કે કસ્ટમ ઓફિસમાં જ દારૂ પાર્ટી ચાલી રહી છે જેને આધારે દરોડા કરતા ત્રણેય પીધેલી હાલતમાં પોલીસની ઝપેટમાં આવી ગયા છે, જેમની સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

પકડાયેલા આરોપીઓમાં કસ્ટમ વિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ નિશાંત ભટ્ટ, કર્મચારી ઇશ્વર અને બલવંતનો સમાવેશ થાય છે. ભાવનગર એ-ડિવિઝન પોલીસે હાલમાં આ કેસની આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે, બીજી તરફ કસ્ટમના ઉચ્ચ અધિકારીઓ પણ તેમના કર્મચારીઓની કરતૂતથી નારાજ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch