Fri,15 November 2024,7:31 am
Print
header

ભાવનગર ડમીકાંડના વધુ બે આરોપીઓની SITએ કરી ધરપકડ, એક ઉમેદવારે અત્યાર સુધીમાં 7 પરીક્ષાઓ આપી

ભાવનગરઃ ડમીકાંડ મામલે પોલીસ તપાસ તેજ શરૂ કરાઇ છે. આ કાંડમાં સામેલ વધુ 2 આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે. ભાવનગર ડમીકાંડ મામલે SIT દ્વારા આરોપી વિરમદેવસિંહ નાગભા ગોહિલ (ઉ.વ-42, રહે. ઉમરાળા, વડોદ તાલુકો) અને મિલન ઘુઘાભાઇ બારૈયા (રહે. સરતાનપર) ને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડમી ઉમેદવાર રાખી વિરમદેવસિંહ પાસ થયો હતો. વિરમદેવસિંહ હાલ એસટીમાં નોકરી કરી રહ્યો છે. ભાવનગર ડમીકાંડ મામલે પોલીસે અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ કરી છે. 

અમરેલીના દુધાળાથી મિલન ઘુઘાભાઇ બારૈયાની ધરપકડ કરાઇ છે. તપાસમાં કરતા સામે આવ્યું છે કે મિલન બારૈયા સગીર હતો ત્યારથી જ ડમી વિદ્યાર્થી તરીકે પરિક્ષા આપવાનું શરૂ કર્યું હતું. તેને અત્યાર સુધીમાં 7 પરીક્ષાઓ આપી છે. આમ સમગ્ર કૌભાંડમાં અત્યાર સુધી 38 આરોપીઓ થયા છે. જેમાંથી ભાવનગર પોલીસે કુલ 8 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસની ટીમો તળાજા, સિહોરમાં શોધખોળ કરી રહી છે.

અત્યાર સુધીમાં પ્રકાશ ઉર્ફે પી.કે કરસનભાઈ દવે, શરદ ભાનુશંકર પનોત, મિલન ઘુઘાભાઈ બારૈયા, બળદેવ રમેશભાઈ રાઠોડ, પ્રદીપ નંદલાલભાઈ બારૈયા, અક્ષર રમેશભાઈ બારૈયા, વિરમદેવસિંહ નાગભા ગોહિલ, સંજય હરજીભાઈ પંડ્યાના ધરપકડ કરવામાં આવી છે.

મોટાભાગના ડમી ઉમેદવારો કોચિંગ ક્લાસ સાથે જોડાયેલા સાથે જોડાયેલા છે, તેઓ 2011થી ડમી ઉમેદવારો બનીને પરીક્ષા આપી રહ્યાં છે. પોલીસે આરોપીના કોલ ડિટેલ માટે ટેક્નિકલ ટીમની મદદ લીધા છે. ભાવનગરમાં ડમી ઉમેદવારોમાં મુખ્ય 3 સૂત્રધાર છે. શરદ પનોત, પી.કે દવે, બલદેવ રાઠોડ મુખ્ય આરોપી છે.આ ત્રણેય આરોપી ભરતી પરીક્ષામાં કૌભાંડ આચરતા હતા. તેઓ ઉમેદવારો પાસેથી 10 લાખ રૂપિયા સુધી ચાર્જ લેતા હતા. શરદ પનોત અને પી.કે દવે ઉમેદવારો પાસેથી એડવાન્સમાં 50 હજાર રૂપિયા લેતા હતા. આ કાંડમાં હજુ અનેક નામો ખુલશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch