Sun,17 November 2024,5:00 am
Print
header

સુરત- ભાવનગરના લોકો માટે સારા સમાચાર, ફરીથી ઘોઘા- હજીરા રો-પેક્સ ફેરી સર્વિસ શરૂ

ભાવનગરઃ સુરત અને ભાવનગર વચ્ચે જળમાર્ગે કનેક્ટિવિટી માટે ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસ આજે ફરી શરૂ થઇ છે ઘણાં મહિનાઓ સુધી બંધ રહેલી પેક્સ ફેરી સર્વિસ હવે શરૂ થઇ છે. દિવાળી પૂર્વે ફરી શરૂ થતાં લોકોને ઓછા સમયમાં ભાવનગર અને સુરત આવવા જવા માટે સારી સુવિધા મળશે, હાલ ટિકિટ બુકીંગ માટે ઓનલાઈન અને ઓફલાઈન બન્ને સુવિધા ઉપલબ્ધ છે. સવારે 8 કલાકે હજીરાથી પ્રથમ ટ્રીપ ઉપડી છે.  

ફેરી સર્વિસનું સંચાલન કરતી ઈન્ડિગો સિવેયઝ કંપની દ્વારા વોયેજ સિમ્ફની જહાજને વાર્ષિક શેડયૂલ મુજબ ડ્રાય ડોક મેન્ટેનન્સ માટે મોકલવામાં આવતા ઘોઘા-હજીરા ફેરી સર્વિસને 24મી જુલાઈથી બંધ કરવામાં આવી હતી.જહાજનું મેન્ટેનન્સ કામ પૂર્ણ થઈ જતાં ટ્રાયલ અને સરકારી ચકાસણીની પ્રક્રિયા પૂરી થતા ફેરી સર્વિસને ઓપરેટ કરવા માટેની પરવાનગી મળી ગઈ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch