Mon,18 November 2024,10:01 am
Print
header

આ રહ્યાં કૌભાંડી કંપનીઓનાં નામ, GST નું રૂ.451 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ આવ્યું સામે, 11 કંપનીઓ ભાવનગરની

અમદાવાદઃ રાજ્યમાં બોગસ બિલિંગ મામલે સ્ટેટ જીએસટી વિભાગે જુદી જુદી જગ્યાઓએ દરોડા કર્યાં હતા, જેમાં હવે અંદાજે 451 કરોડ રૂપિયાનું બોગસ બિલિંગ કૌભાંડ સામે આવ્યું છે આ કંપનીઓએ અંદાજે 81 કરોડ રૂપિયાની આઇટીસી બોગસ રીતે લઇ લીધી હતી અને સરકારને કરોડો રૂપિયાનું નુકસાન કર્યું હતુ. 

અમદાવાદ અને ગાંધીધામ ખાતે ઇલેક્ટોથર્મ(ઇન્ડીયા) લિ. કંપનીમાં સૌ પ્રથમ દરોડા કરાયા હતા બાદમાં આ કંપનીના તાર અન્ય કંપનીઓ સાથે જોડાયેલા હતા જેમાં સ્ટેટ જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા ભાવનગર સહિતની કંપનીઓમાં તપાસ હાથ ધરી હતી. 19 પેઢીઓના 40 ઠેકાણાઓ પર આ દરોડાની કાર્યવાહી કરાઇ હતી, જેમાંથી 11 પેઢીઓ માત્ર ભાવનગરમાં બોગસ રીતે ચાલતી છે, જે કંપનીઓએ માત્ર કાગળ પર જ બિઝનેસ બતાવીને સરકારને ચૂનો લગાવ્યો છે. ખોટા બિલોને આધારે આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું છે.

ઇલેક્ટ્રોથર્મ અને હંસ ઇસ્પાસ લી. કંપનીના 12 સ્થળોએ પહેલા દરોડા કરાયા હતા, બાદમાં આ કંપનીઓનું કનેક્શન ઝડપાયું છે. અગાઉના દરોડામાં આ કંપનીઓ પાસેથી અંદાજે 10.87 કરોડ રૂપિયાની કરચોરી વસૂલવામાં આવી છે, ઇન્ટીગ્રેટેડ ઇન્ડક્શન પાવર પ્રા લી. કંપની પાસેથી 92 લાખ રૂપિયા અને ઇન્ડસ યુનિવર્સિટી પાસેથી 8.44 લાખ રૂપિયાનો ટેક્સ વસૂલવામાં આવ્યો છે. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા આ કંપનીઓ પાસેથી અંદાજે કુલ 11.88 કરોડ રૂપિયાની વસૂલી કરવામાં આવી છે. હવે આ કેસની ઉંડી તપાસ થઇ રહી છે અને કૌભાંડનો આંકડો ઉપર જવાની શક્યતા છે. હાલમાં જીએસટી વિભાગ દ્વારા ટેક્સની વસૂલાત કરવા માટે આગળની કાર્યવાહી શરૂ કરાઇ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch