Sat,16 November 2024,3:34 pm
Print
header

ભાવનગરની શિહોર GIDC માં રોલિંગ મીલમાં મોટી દુર્ઘટના, 12 કામદારો દાઝ્યાં- Gujarat Post

ભાવનગરઃશિહોર GIDCમાં રોલિંગ મીલમાં મોટો બ્લાસ્ટ થતાં 10 થી 12 કામદારો ઇજાગ્રસ્ત થયા છે, 3 કામદારોની હાલત અતિ ગંભીર છે. GIDCમાં રોલિંગ મિલની ભઠ્ઠીમાં બ્લાસ્ટ થતાં દોડધામ મચી ગઈ હતી. ભાવનગર, સિહોરથી 108ની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી, કામદારોને પ્રાથમિક સારવાર માટે ભાવનગર સિવિલમાં દાખલ કરાયા હતાં. મિલમાં શનિવારે મોડી રાત્રે 14 થી વધુ મજૂરો કામ કરતા હતા.ત્યારે આ બ્લાસ્ટ થયો હતો.

સિહોરના ઘાંઘળી ખાતે જીઆઈડીસી ફેસ નંબર.4 માં આવેલી અરિહંત ફર્નેસ રોલીંગ મીલમાં રાત્રીના સમયે આ ઘટના બની હતી, માલિક હોસ્પિટલમાં ન આવતા મજૂરોમાં રોષ વ્યાપી ગયો હતો.એક કામદારના જણાવ્યાં અનુસાર બહારથી લવાયેલા ભંગારને ભઠ્ઠીમાં નાખતા જ અચાનક મોટો બ્લાસ્ટ થયો હતો, આ ફેકટરી ઝકરીયાભાઈ અને રજપૂત શખ્સની હોવાનું બહાર આવ્યું છે.

ઈજા પામેલા કામદારોમાં અમરકુમાર જગદીશરામ (ઉં.વ.30), ઓમપ્રકાશપાલ (ઉં.વ.24), બુદ્ધરાજપાલ (ઉં.વ.28), રમેશ યાદવ (ઉં.વ.28), સુશીલકુમાર શ્રીરામપાલ (ઉં.વ.25), રાજેશ નેતાભાઈ સીંધી, રામશુકલ બિન્દા પ્રસાદપાલ (ઉં.વ.23) અને અન્ય પાંચને ભાવનગર હોસ્પિટલમાં ખસેડાયા છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch