Sun,17 November 2024,2:58 am
Print
header

ભાવનગરના પ્રખ્યાત ગાંઠિયાવાળાને ત્યાં GST ના દરોડા, આટલા રૂપિયાની ગેરરીતિ આવી સામે

દિવાળી પહેલા જીએસટીના દરોડા, અન્ય વેપારીઓમાં ફફડાટ 

 

ભાવનગરઃ સીજીએસટી વિભાગની ટીમે ભાવનગરના પ્રખ્યાત ગાંઠિયાવાળાને ત્યાં દરોડા પાડ્યાં છે. જેમાં 20 લાખ રૂપિયાની ટેક્સ ચોરીનું કૌભાંડ સામે આવ્યું છે. સીજીએસટી વિભાગ દ્વારા ભાવનગરના ખ્યાતનામ નમકીન ઉત્પાદક મનુભાઇ ગાંઠીયાવાળાને ત્યાં આ કાર્યવાહી કરવામાં આવી છે. મેન્યુફેકચર કરતાં આ સંચાલકોએ નમકીન બનાવતી ફેક્ટરીનો GST માં ઉલ્લેખ કર્યો નથી, સીજીએસટીની ટીમ દ્વારા સંચાલકોને મોટો દંડ ફટકારી આગળની કાર્યવાહી શરૂ કરાઇ છે.  

દરોડા બાદ અધિકારીઓને ખબર પડી કે 12%ને બદલે 5% કર ભરાતો હતો. સીજીએસટી વિભાગ દ્વારા કંપની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.  ભાવનગર એકમ દ્વારા શંકાસ્પદ વ્યવહારો ધરાવતી નમકીનની ફેક્ટરીના ડેટા એનાલીસીસને આધારે આ દરોડા કરવામાં આવ્યાં હતા, હજુ ટેકસચોરીની રકમ વધી શકે છે. ત્યારે દિવાળી પહેલા જ આ રેડ કરવામાં આવતા અન્ય ટેક્સ ચોરોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch