Mon,18 November 2024,4:09 am
Print
header

ભાવનગરમાં કૌટુંબિક કાકાએ એવું કર્યું કે ભત્રીજા વહુએ કરી લીધી આત્મહત્યા

ભાવનગરઃ જિલ્લામાં વધુ એક શરમજનક બનાવ સામે આવ્યો છે. કૌટુંબિક કાકાએ ભત્રીજા વહુને બાથ ભીડી તેને તાબે થવાની ધમકી આપી હતી, તે ના માને તો પતિ અને બાળકોને મારી નાંખવાની ધમકી આપતા કંટાળેલી પરિણીતાએ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી છે. મૃતકના પતિએ તેના કૌટુંબિક કાકા વિરુદ્ધ પરિણીતા સાથે અડપલાં કરીને આત્મહત્યા કરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી છે.

ઘોઘા પોલીસે જણાવ્યું કે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગ્રામ્ય પંથકમાં રહેતાં ધનજી નામના શખ્સના ખેતરમાં તેમના જ કૌટુંબિક ભત્રીજાએ ખેતર વાવણી માટે રાખ્યું હતું. જેમાં પતિ-પત્ની ત્યાં રહીને કામ કરતા હતા. અંદાજે દોઢ મહિના પહેલા પતિની ગેરહાજરીમાં ખેતરમાલિક કાકાએ આવી કૌટુંબિક ભત્રીજા વહુને પાછળથી ભાથ ભીડી લીધી હતી. તેવામાં પતિ આવી જતાં તે ચાલ્યો ગયો હતો.

બાદમાં બંને પક્ષે સમાધાન થઇ ગયું હતું. બાદમાં હોળી-ધૂળેટી પહેલાં પતિ ઘરે હાજર ન હોવાથી કૌટુંબિક કાકા અવાર નવાર આવીને કૌટુંબિક ભત્રીજા વહુને હેરાન કરતા અને તાબે ન થાય તો પતિ અને સંતાનોને માર નાંખવાની ધમકી આપતા હતા. આ ધમકીથી કંટાળીને ડરના કારણે પરિણીતા તેમના દિકરાને લઇ પિયર ચાલી ગયા હતા.  જયાં તેને કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતાં સારવાર વખતે પરિણીતાનું મોત નિપજ્યું હતું. પોલીસે પતિની ફરિયાદ લઇને કૌટુંબિક કાકા વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch