Sun,17 November 2024,4:48 am
Print
header

વીડિયો, છત્તીસગઢ બાદ હવે ભોપાલમાં દુર્ગા વિસર્જનમાં જઈ રહેલા લોકોને કારે કચડ્યા

ભોપાલઃ છત્તીસગઢના જશપુર જિલ્લાના પત્થલગામમાં દુર્ગા વિસર્જન દરમિયાન કાર ચાલકે લોકોને કચડી નાખ્યાં હતા, જેમાં કેટલાક લોકોનાં મોત થઇ ગયા હતા, હવે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આ પ્રકારની દુર્ઘટના બની છે. ભોપાલમાં દુર્ગા વિસર્જન સમારોહમાં એકઠા થયેલા લોકોને કારે કચડ્યા હતા. દુર્ઘટનામાં એક બાળક ઘાયલ થયું છે.ભોપાલના રેલવે સ્ટેશન નજીક આ દુર્ઘટના થઇ છે.

ભોપાલ રેલવે સ્ટેશન નજીક બજરિયા તિરાહે પર શનિવારની રાત્રે દુર્ગા પ્રતિમાનું વિસર્જન થઈ રહ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા.સમારોહ ચાલતો હતો ત્યારે એક કાર અચાનક ભીડની વચ્ચે ઘૂસી ગઈ હતી.ફૂલ સ્પીડમાં આવેલી કારના ચાલકે ગાડી રિવર્સ લીધી હતી. દરમિયાન એક બાળક કારના વ્હીલ નીચે આવી ગયું હતું. કારના વ્હીલ નીચે આવવાથી બાળક ઘાયલ થયું હતું.આસપાસમાં ઉભેલા લોકો બાળકને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા, ડોક્ટરોએ પ્રાથમિક સારવાર બાદ બાળકને રજા આપી હતી.

આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં કાર રિવર્સ લેવામાં આવતી હોવાનું જોઈ શકાય છે. કારમાં બેથી ત્રણ શખ્સ સવાર છે. પોલીસ કારનો નંબર શોધવા ઘટના સ્થળની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch