Mon,18 November 2024,10:06 am
Print
header

સંબંધોમાં કલંક, દિયરે ભાભી સાથે 8 મહિના સુધી આચર્યું દુષ્કર્મ, મોટાભાઈને કહ્યું કે......

મધ્ય પ્રદેશઃ રાજધાની ભોપાલમાં દિયર-ભાભીના સંબંધોને લજવતો શરમજનક કિસ્સો સામે આવ્યો છે. દિયરે લગભગ 8 મહિના સુધી પોતાની ભાભી સાથે દુષ્કર્મ કર્યુ હતું. તેના પછી મોટાભાઈને કહ્યું કે હવે હું આની સાથે લગ્ન કરીશ. તમે તેને છોડી દો. આ અંગે બંને ભાઈઓમાં ઉગ્ર ઝઘડો થયો. મહિલાએ પતિની સાથે જઈને ટીટીનગર પોલીસ સ્ટેશનમાં દિયર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તપાસ પછી પોલીસે આરોપીની વિરુદ્ધ દુષ્કર્મ સહિત અન્ય કલમો ઉમેરીને કેસ નોંધ્યો છે.

પન્નાની રહેવાસી 25 વર્ષીય મહિલા ટીટીનગર વિસ્તારમાં રહે છે. તેનો પતિ દુકાન ચલાવે છે. લોકડાઉન અગાઉ તે પતિ અને બાળકો સાથે પન્ના આવી હતી. લોકડાઉનને કારણે તેઓ ત્યાં જ રોકાયા હતા. મે મહિનામાં તેમના મોટા સસરાનો પુત્ર અભિષેકે ખેતરમાં તેણીને પકડી લીધી હતી અને બળાત્કાર ગુજાર્યો હતો. તેને વિરોધ કર્યો તો અભિષેકે તેને બદનામ કરી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.મહિલાએ આરોપ લગાવ્યો કે તેના પછી પણ આરોપી સતત તેની સાથે દુષ્કર્મ કરતો રહ્યો હતો. 

લોકડાઉન ખુલતા જ તે પતિ અને બાળકોની સાથે ભોપાલ આવી ગઈ હતી. પરંતુ બદનામીના ડરથી તેણે કોઈને કંઈ જણાવ્યું નહોતું. તે પછી અભિષેક ભોપાલ આવ્યો અને પતિની ગેરહાજરીમાં તેની સાથે દુષ્કર્મ કર્યુ હતું. દર વખતે બદનામ કરવાની ધમકી આપીને દુષ્કર્મ કરતો રહ્યો. બાદ ફરીથી અભિષેક ભોપાલ આવ્યો ત્યારે તે પતિ સાથે દુકાન પર હતી. ત્યાં પહોંચ્યો અને પતિ સાથે ઝઘડો કરીને કહેવા લાગ્યો કે તે મહિલાને પોતાની સાથે રાખશે. આ મામલે બંને વચ્ચે ઝઘડો થયો હતો. તેના પછી અભિષેક ચાલ્યો ગયો. પતિએ પૂછ્યું તો મહિલાએ સમગ્ર ઘટના જણાવી હતી. તેમણે પોલીસ સ્ટેશનમાં જઈને દિયર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch