Fri,15 November 2024,5:55 pm
Print
header

ભોપાલમાં ગેસ લિક થવાથી દોડધામ, ત્રણ લોકોની હાલત ગંભીર-gujarat post

મધ્યપ્રદેશઃ ભોપાલમાં ક્લોરિન ગેસ લિક થવાથી દોડધામ મચી ગઇ હતી, આ દુર્ઘટનામાં ત્રણ લોકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે, જેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે, અનેક લોકોને અહીં શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી છે અને આંખોમાં બળતરા થઇ રહી છે. ડોક્ટરોની ટીમો દ્વારા આ લોકોની તપાસ થઇ રહી છે

ભાજપ સરકારે અને સ્થાનિક વહીવટી તંત્રએ તપાસના આદેશ આપી દીધા છે, હાલમાં અહીં બચાવ કામગીરી થઇ રહી છે. શહેરમાં આવેલી મધર ઈન્ડિયા કોલોની બસ્તીમાં આ લિકેજની ઘટના બની છે. 

વિપક્ષ કોંગ્રેસે આ દુર્ઘટના માટે કમિટી બનાવીને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. હાલમાં અહીં અનેક લોકો બિમાર પડ્યાં છે. જેમને સારવાર આપવામાં આવી રહી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch