Thu,14 November 2024,10:55 pm
Print
header

ભૂજમાં MBBSનો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યા, અમદાવાદમાં રહેતો પરિવાર આઘાતમાં

ભૂજઃ અદાણી મેડિકલ કોલેજમાં MBBS માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લીધી છે. તે કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી, પોતાના રુમમાં તેને આત્મહત્યા કરી હતી, ગળેફાંસો ખાઇને તેને જિંદગી ટૂંકાવી દીધી છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો અહીં પહોંચ્યો છે, પોલીસે યુવતીનો મોબાઇલ જપ્ત કર્યો છે, આ બનાવ અંગે અમદાવાદમાં રહેતા તેના પરિવારને જાણ કરાઇ છે, દિકરી ગુમાવનાર નરોડાના પટેલ પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

સવારે હોસ્ટેલમાં રૂમનો દરવાજો ખોલ્યો તો લાશ લટકી રહી હતી

પોલીસે શરૂ કરી તપાસ, મોબાઇલ જપ્ત કરાયો

મયુરભાઇ પટેલની 21 વર્ષીય પુત્રી દેવાંગીએ આ પગલું ભરતા પરિવાર આઘાતમાં છે, તેને પંખા સાથે દુપટ્ટો બાંધીને જીંદગી ટૂંકાવી દીધી છે. થોડા દિવસો પહેલા તે અમદાવાદના નરોડા પોતાના ઘરે આવી હતી અને તે સમયે થોડી તનાવમાં હતી, જેથી તેના પરિવારે તેની દવા કરાવી હતી. પરિવારે પોલીસને વિનંતી કરી છે કે તેમની પુત્રીની આત્મહત્યાના કેસની તટસ્થ તપાસ થવી જોઇએ. હાલમાં આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch