Fri,20 September 2024,11:19 pm
Print
header

બિહારના બક્સરમાં નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી પડી, ચાર લોકોનાં મોત, 80 મુસાફરો ઘાયલ

બિહારઃ બક્સર પાસે નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ છે. આ અકસ્માત તૌરીગંજ અને રઘુનાથપુર વચ્ચે થયો હતો. વહેલી સવાર સુધી અકસ્માત સ્થળે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માતમાં કુલ ચાર લોકોનાં મોત થયા છે. કુલ 80 જેટલા લોકો ઘાયલ થયા છે.તેમાંથી કેટલાકને રઘુનાથપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કેટલાકને અરાહ અને બક્સરમાં અને AIIMS પટના અને IGIMS પટનામાં દાખલ કરવામાં આવ્યાં છે. રેલવે અધિકારીઓ ઘટના સ્થળે હાજર છે. આ ટ્રેન દિલ્હીથી કામાખ્યા જઈ રહી હતી. ઈસ્ટ સેન્ટ્રલ રેલવેના જનરલ મેનેજરના જણાવ્યાં અનુસાર રઘુનાથપુર સ્ટેશન પાસે નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ ટ્રેનના 21 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.

દુર્ઘટના બાદ રેલવે અધિકારીએ માહિતી આપી હતી કે દિલ્હીના આનંદ વિહાર ટર્મિનલથી આસામના કામાખ્યા જઈ રહેલી 12506 નોર્થ ઈસ્ટ એક્સપ્રેસના છ ડબ્બા બુધવારે બક્સર જિલ્લાના રઘુનાથપુર સ્ટેશન નજીક પાટા પરથી ઉતરી ગયા હતા. અકસ્માત રાત્રે 9.53 વાગ્યે થયો હતો અને ત્યાં જાનહાનિની ​​સંખ્યા અંગે કોઈ તાત્કાલિક માહિતી ન હતી.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે બક્સરમાં જ્યાં ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા ત્યાં બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF), જિલ્લા વહીવટીતંત્ર, રેલવે અધિકારીઓ અને સ્થાનિક રહેવાસીઓ એક ટીમ તરીકે કામ કરી રહ્યા છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં છે. વોર રૂમ કાર્યરત છે. કુલ 23 કોચવાળી ટ્રેન બુધવારે સવારે 7.40 વાગ્યે દિલ્હીના આનંદ વિહાર ટર્મિનલથી રવાના થઈ હતી.

પૂર્વ મધ્ય રેલવે ઝોનના મુખ્ય જનસંપર્ક અધિકારી બિરેન્દ્ર કુમારે પીટીઆઈને જણાવ્યું હતું કે બક્સર સ્ટેશનથી અડધો કલાક પહેલાં ટ્રેન અરાહ માટે રવાના થઈ ત્યારે આ અકસ્માત થયો હતો. રઘુનાથપુર સ્ટેશન પાસે ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. ઘટના બાદ તરત જ રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. એમ્બ્યુલન્સ અને ડૉક્ટરોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. અકસ્માત સ્થળેથી મુસાફરોને લઈ જવા માટે પટનાથી 'સ્ક્રેચ રેક' મોકલવામાં આવી છે

સ્ક્રેચ રેકે કામચલાઉ રેક છે જે મૂળ ટ્રેન જેવી જ છે

રેલ્વે પોલીસ ફોર્સના ઇન્સ્પેક્ટર દીપક કુમારે જણાવ્યું હતું કે તબીબી ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્રે બક્સર શહેરની હોસ્પિટલોને પણ એલર્ટ કરી દીધી છે. રેલવેએ મુસાફરો માટે ઈમરજન્સી હેલ્પલાઈન નંબર પણ જારી કર્યા છે. આ ઘટના અંગે દાનાપુર રેલ્વે વિભાગ દ્વારા હેલ્પલાઈન નંબર પણ જારી કરવામાં આવ્યો છે. રેલવે તરફથી લખવામાં આવ્યું છે કે ટ્રેન નંબર 12506 નોર્થ ઈસ્ટ એક્સપ્રેસના કેટલાંક કોચ પાટા પરથી ઉતરી ગયા છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch