Fri,15 November 2024,10:07 pm
Print
header

ભ્રષ્ટ એન્જિનિયર, સરકારી બાબુના ઠેકાણાંઓ પરથી મળ્યો રૂપિયાનો ઢગ- Gujarat Post

બિહારઃ વિજિલન્સે ગ્રામીણ વિકાસ વિભાગના કાર્યપાલક એન્જિનિયરના ઠેકાણાંઓ પરથી 5 કરોડ રૂપિયાથી વધુની રોકડ રકમ જપ્ત કરી છે. પટનામાં એન્જિનિયર સંજયકુમાર રાયના 2 અને કિશનગંજમાં 3 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યાં છે. પટનાથી 1.25 કરોડ અને કિશનગંજમાંથી 4 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યાં છે. બંને જગ્યાએ રોકડની ગણતરી કરવા માટે મશીનો મંગાવવામાં આવ્યાં હતા.

એન્જિનિયર સંજય કુમાર રાયનું ઘર પટનાની બસંત બિહાર કોલોનીમાં છે, તેમનું પોસ્ટિંગ કિશનગંજ જિલ્લામાં છે. શનિવારે સવારે 7 વાગ્યે પટના અને કિશનગંજમાં વિજિલન્સની બે ટીમોએ એક સાથે દરોડા પાડ્યા હતા. કિશનગંજમાં 13 સભ્યોની ટીમે સંજય કુમાર રાયની રૂઇધાશા,અંગત સહાયક ઓમ પ્રકાશ યાદવની લાઇનપાડા ઓફિસો પર દરોડા કર્યાં હતા, કેશિયર ખુર્રમ સુલ્તાનના લાઇનપાડા સ્થિત ઘર પર પણ દરોડા થયા છે.

લાખો રૂપિયાના દાગીના, જમીન અને રોકાણના કાગળો મળ્યાં

અંગત મદદનીશ ઓમ પ્રકાશ યાદવના ઘરમાંથી 3 કરોડ અને કેશિયરના ઘરમાંથી આશરે 1 કરોડ રૂપિયા મળી આવ્યાં છે. ઓમ પ્રકાશ યાદવને સંજય કુમાર રાયે પોતાના ખર્ચે હાયર કર્યાં હતા.પટનામાં સંજય કુમાર રાયના ઘરેથી 1.25 કરોડ રૂપિયા, દાગીના, મોટા પાયે જમીન અને નાણાંકીય રોકાણના કાગળો મળી આવ્યાં છે. જેની ગણતરી હાલ કરવામાં આવી રહી છે.

ટીમ બેંકના નિવેદનો પણ ચકાસી રહી છે

વિજિલન્સની ટીમ એન્જિનિયરના બેંક સ્ટેટમેન્ટની તપાસ કરી રહી છે. પટનામાં દરોડા કરનાર ડીએસપી સુજીત કુમાર સાગરના જણાવ્યાં અનુસાર એન્જિનિયરની ગેરકાયદે કમાણીની ફરિયાદ મળ્યાં બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી. ભ્રષ્ટાચારના નક્કર પુરાવા મળ્યાં હતા. પછી જ પટનાના સર્વેલન્સ પોલીસ સ્ટેશનમાં તેમની સામે અપ્રમાણસર સંપત્તિનો કેસ નોંધવામાં આવ્યો હતો. વિજિલન્સની ટીમે તેમના ઠેકાણા શોધવા માટે કોર્ટની મંજૂરી માંગી હતી. કોર્ટ તરફથી આદેશ મળતા જ આ કાર્યવાહી કરવામાં આવી હતી. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch