Mon,18 November 2024,5:53 am
Print
header

સ્થાનિકોએ ઘરનો દરવાજો ખોલ્યો તો...3 બાળકો સહિત 5 પરિવારજનોની લાશો લટકી રહી હતી

બિહારઃ રાજ્યના સુપૌલમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે અહીં એક જ પરિવારના પાંચ સભ્યોની લાશો તેમના ઘરમાં લટકતી જોવા મળી છે.પતિ-પત્ની અને ત્રણ બાળકોની લાશો ફાંસો ખાધેલી હાલતમાં લટકી રહી હતી આ મૃતદેહ ઘણા દિવસથી અહીં લટકી રહ્યાં છે. આસપાસના લોકોને આ ઘરમાંથી દુર્ગંધ આવતા તેમને ઘર ખોલ્યું તો તેઓ ચોંકી ઉઠ્યાં હતા અહીં લાશો કહોવાઇ ગયેલી હાલતમાં લટકી રહી હતી 

મૃતકોમાં મિશ્રીલાલ (52 વર્ષ), તેમના પત્ની રેણુદેવી (44), મોટી દીકરી રોશનકુમારી (15), પુત્ર લલનકુમાર (14) નાની પુત્રી ફુલકુમારી (8વર્ષ) સામેલ છે, આર્થિક સ્થિતી સારી ન હોવાથી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.ગામના સરપંચે કહ્યું કે મૃતક પરિવારની કોઇની સાથે દુશ્મની નથી અને તેમની સ્થિતી કથડી ગઇ હતી કદાચ તેન કારણે જ આખા પરિવારે આત્મહત્યા કરી હશે. પોલીસે હાલમાં લાશોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને કેસની વધુ તપાસ હાથ ધરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch