Fri,15 November 2024,5:11 am
Print
header

પિતાએ 4 મહિનાના જોડિયા બાળકોને જમીન પર પછાડીને મારી નાખ્યા, લાચાર માતાની આ કહાણી તમને રડાવી દેશે

ગયા: બિહારના ગયા જિલ્લાના મગધ મેડિકલ કોલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પિતાની ક્રૂરતા સામે આવી છે,એક પિતાએ ચાર મહિનાના જોડિયા બાળકોની હત્યા કરતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી દેવેશ શર્મા ફરાર થઈ ગયો હતો. પોલીસના જણાવ્યાં અનુસાર, મગધ કોલોની રોડ નંબર પાંચમાં રહેતા દેવેશ શર્માએ બુધવારે રાત્રે તેની પત્ની પર અનૈતિક સંબંધ હોવાનો આરોપ લગાવીને મારપીટ કરી હતી. આ પછી તેણે તેના ચાર મહિનાના જોડિયા બાળકોને અપશબ્દો બોલીને જમીન પર પછાડી-પછાડી મારી નાખ્યા હતા.

આરોપી હંમેશા નશો કરતો હતો

દેવેશ અવારનવાર નશાની હાલતમાં તેની પત્ની સાથે મારપીટ કરતો હતો. ઘટનાના દિવસે પણ તે સંપૂર્ણપણે નશામાં હતો. બુધવારે સાંજે પણ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો, જે બાદ દેવેશે તેની પત્ની પર હુમલો કર્યો હતો. ગુસ્સામાં આવીને દેવેશે મોડી રાત્રે તેના બંને જોડિયા બાળકોને જમીન પર પછાડીને તેમની હત્યા કરી નાખી. આ ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો.

પતિ ગેરકાયદે સંબંધોનો આરોપ લગાવતો હતો

મૃતક બાળકોની માતા રાની દેવીએ જણાવ્યું કે તે બુધવારે રાત્રે પોતાના પતિના નાના ભાઈને ભોજન આપી રહી હતી.મારા પતિ આ વાતથી નારાજ થઈ ગયા અને તેણે મને અનૈતિક સંબંધનો આરોપ લગાવીને માર માર્યો. તેણે બળજબરીથી મારી સેંથાનું સિંદૂર ધોવાનું શરૂ કર્યું હતું. આ પછી તેણે જોડિયા બાળકોને જમીન પર ફેંકીને મારી નાખ્યા અને પછી ભાગી ગયો. તેના લગ્ન વર્ષ 2020માં થયા હતા. દેવેશ શર્મા દારૂ પીને ઘરમાં ઝઘડો પણ કરે છે. આ બનાવથી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

મગધ મેડિકલ સ્ટેશનના ઈન્ચાર્જ શૈલેષ કુમારે ગુરુવારે જણાવ્યું કે આરોપી ઓટો ડ્રાઈવર તરીકે કામ કરે છે. પોલીસે અનુગ્રહ નારાયણ મગધ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યાં બાદ બંને મૃતદેહો સંબંધીઓને સોંપી દીધા છે. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch