Fri,15 November 2024,8:11 am
Print
header

બિહારઃ કર્ફ્યૂ વચ્ચે બોમ્બ ધડાકાથી ધણધણ્યું સાસારામ, 6 લોકો ઘાયલ- Gujarat Post

(Photo: ANI)

પટનાઃ બિહારના રોહતાસ જિલ્લાના સાસારામમાં શનિવારે સાંજે રામનવમી પર હિંસા બાદ કર્ફ્યૂ  લગાવવામાં આવ્યો હતો.હાલ સ્થિત નિયંત્રણ હેઠળ છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે બિહાર શરીફ, નાલંદા જિલ્લામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. પરંતુ ગઈકાલે શેરગંજ મહોલ્લામાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં લગભગ અડધો ડઝન લોકો ઘાયલ થયા હતા. સદર હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ ઇજાગ્રસ્તોને વારાણસી રિફર કરવામાં આવ્યાં હતા. આ ઘટના બાદ પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. ઘટના સ્થળેથી એક સ્કૂટર મળી આવ્યું હતું.

એસપી વિનીત કુમારે જણાવ્યું કે, મોડી રાત્રે ઝૂંપડામાં  બોમ્બ વિસ્ફોટ થયાની માહિતી મળતા તેઓ અને ડીએમ ધર્મેન્દ્ર કુમારે સંયુક્ત રીતે ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી.આ કેસમાં પટનાથી ફોરેન્સિક ટીમને બોલાવવામાં આવી છે, જે અલગ અલગ પોઇન્ટ પર તપાસ કરી રહી છે.

નાલંદાના ડીએમ શશાંક શુભંકરે ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું કે ગઈકાલે રાત્રે બિહાર શરીફમાં 2-3 સ્થળોએ હિંસાની ઘટના બની હતી.અત્યારે સ્થિતિ શાંતિપૂર્ણ છે. કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. ઘણા બદમાશોની ઓળખ થઈ છે, અત્યાર સુધીમાં 80 થી વધુની ધરપકડ કરવામાં આવી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch