Fri,15 November 2024,2:59 pm
Print
header

બિહાર: હજુ મૃત્યુઆંક નથી અટકી રહ્યો, છપરામાં ઝેરી દારૂને કારણે મૃત્યુઆંક વધીને 73 પર પહોંચ્યો- Gujarat Post

પટનાઃ બિહારમાં ઝેરી દારૂને કારણે મોતનો આંકડો હજુ નથી અટકી રહ્યો. બિહારના છપરા જિલ્લા બાદ હવે અન્ય જિલ્લાઓમાં ઝેરી દારૂને કારણે મોતના સમાચાર મળી રહ્યાં છે. છપરા ઉપરાંત સીવાણ અને બેગુસરાયમાં ઝેરી દારૂને કારણે મોત થયા છે. છપરા ઝેરી દારૂને કારણે અત્યાર સુધીમાં 73 લોકોના મોત થયા છે. જો કે વહીવટી આંકડા મુજબ અત્યાર સુધીમાં 34 મૃતદેહોનાપોસ્ટમોર્ટમ કરવામાં આવ્યાં છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 34 લોકોનાં મોતના સત્તાવાર આંકડા આપવામાં આવી રહ્યાં છે. છાપરામાં સતત થઇ રહેલા મોતના કારણે મૃતકોના પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

સદર હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 31 અને પટનામાં 3 દર્દીઓના મોત થયા છે. જિલ્લા વહીવટીતંત્ર માત્ર 34 મૃત્યુનો દાવો કરે છે, બિનસત્તાવાર આંકડા સૂચવે છે કે 75 થી વધુ મૃત્યું થયા છે. આ કેસોમાં  મોટાભાગના લોકોએ ઘણા લોકોની લાશોને પોસ્ટમોર્ટમ વગર સળગાવી દીધી છે. અમનૌર અને માધૌરા સાથે ઇસુપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મશરક તખ્ત, યદુમોર, પચખંડા, બહરૌલી બેન્ચપરા ઘોગીયાન, ગંગૌલી, ગોપાલવાડી, હનુમાનગંજ, ડોઇલા અને માહુલીમાં ઝેરી દારૂ પીવાને કારણે અનેક લોકોનાં મોત નીપજ્યાં હતાં. ઘણા લોકોની આંખોની રોશની ગઈ છે, જેમની હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે.

છેલ્લા 12 કલાકમાં કોઈ નવા દર્દી આવ્યાં નથી. 

જો કે છપરા ઝેરી દારૂ કાંડને લગતી રાહત એ છે કે છેલ્લા 12 કલાકમાં એકપણ નવો દર્દી નોંધાયો નથી. છપરા ઉપરાંત સિવાન અને બેગુસરાયમાં ઝેરી દારૂને કારણે મોત થયા છે. સિવાનમાં બે દિવસમાં પાંચ લોકોના શંકાસ્પદ સંજોગોમાં મોત થયા છે, અહીં પણ મોતનું કારણ ઝેરી દારૂ હોવાનું કહેવાય છે. પાંચ લોકોના મોતથી સિવાનમાં પણ હાહાકાર મચી ગયો છે.  મૃતકોમાં એક ગાર્ડ પણ સામેલ છે. કેટલાક મૃતકોના સ્વજનો ઝેરી દારૂ પીવાથી મૃત્યું પામ્યાનું જણાવી રહ્યાં છે.જિલ્લા પ્રશાસને પોતાની દેખરેખમાં એક શંભુ યાદવનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું, જ્યારે બે લોકોના પરિવારે અંતિમ સંસ્કાર કર્યા હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch