Sat,16 November 2024,2:01 am
Print
header

માનવતા શર્મશાર, પુત્રનો મૃતદેહ આપવા હોસ્પિટલે માંગી રૂ.50 હજારની લાંચ, માતા-પિતા ભીખ માંગીને ભેગા કરે છે પૈસા- Gujarat Post

બિહારઃ માનવતાને શરમાવે તેવો કિસ્સો સામે આવ્યો છે. આ દ્રશ્યો જોઇને કોઇ પણનો માનવતા પરથી વિશ્વાસ ઉઠી જશે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ રહ્યો છે.વીડિયોમાં એક વ્યક્તિ લોકો પાસે ભીખ માંગી રહ્યાં છે.જેથી તેઓ પોતાના પુત્રની લાશ લઈ શકે. મામલો બિહારના સમસ્તીપુરનો છે. હોસ્પિટલ સ્ટાફ પુત્રના મૃતદેહ માટે 50 હજાર રૂપિયાની માંગ કરી રહ્યો છે. આર્થિક રીતે નબળા પિતા લોકોની પાસે ભીખ માંગી રહ્યાં છે. 

આ બનાવ સમસ્તીપુર જિલ્લા હોસ્પિટલનો છે. પૈસા વગર અહીં કોઈ કામ થતું નથી. આ હોસ્પિટલમાં મોટાભાગના આરોગ્ય કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પર છે.આરોગ્ય કર્મચારીઓને સમયસર પગાર મળતો નથી. તેઓ દર્દીઓના સંબંધીઓ પાસેથી પૈસા લેવાનો પ્રયાસ કરે છે.આ સમગ્ર ઘટના પર સિવિલ સર્જનનું કહેવું છે કે દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે.

બિહાર સ્વાસ્થ્ય મામલામાં ખૂબ પછાત છે. પોસ્ટમોર્ટમ કરાવનાર કર્મચારીઓ મૃતદેહને બદલે 50 હજાર રૂપિયા લાવી લાશ લેવાનું કહી રહ્યાં છે. આવી સ્થિતિમાં મજબૂર પિતા ભીખ માંગીને પૈસા ભેગા કરી રહ્યાં છે.આ બિહાર સરકાર માટે આ એક મોટી થપ્પડ છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch