Sat,16 November 2024,2:12 pm
Print
header

બીલીમોરામાં પતિએ પત્નીને છરીના 10 ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધી, 7 વર્ષ પહેલા ભાગીને કર્યાં હતા પ્રેમલગ્ન – Gujarat Post

(મૃતક મહિલાની ફાઈલ તસવીર)

  • મુસ્લિમ યુવતીને હિન્દુ યુવક સાથે 7 વર્ષ પહેલા થયો હતો પ્રેમ
  • ઘરેથી ભાગીને ઈન્દોર જઈ હિન્દુ વિધિથી કર્યાં હતા લગ્ન
  • લગ્ન બાદ યુવતી દુબઈ ગઈ અને પતિને પણ સેટ કર્યો
  • દીકરીના જન્મ બાદ બંને વચ્ચે થયો હતો ખટરાગ

બીલીમોરાઃ  બીલીમોરા પોલીસ સ્ટેશન નજીક બે દિવસ પહેલા એક બાળકીની માતાને તેના જ પતિએ ઉપરાછાપરી છરીના 10 જીવલેણ ઘા મારીને મોતને ઘાટ ઉતારતાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાને અંજામ આપીને મોપેડ પર ભાગી છૂટેલા આરોપીએ વલોટી નજીક બે રાહદારી મહિલાને અડફેટે લીધી હતી, આ અકસ્માતમાં પોતે પણ ઘાયલ થયો હતો.

બીલીમોરાના પશ્ચિમ બાંગીયા ફળીયામાં રહેતી મોનાઝ ઇકલાબ અબ્દુલ સૈયદ (ઉ.વ.28)ને 7 વર્ષ પહેલા કોમ્પ્યુટર ક્લાસમાં જતી વખતે નવસારીના વિજલપોરમાં રહેતા સંદીપ ચૈત્રરામ આહિર (ઉ.વ.35) સાથે સંપર્ક થયો હતો. જે સમય જતા પ્રેમમાં પરિણમ્યો હતો, બંનેએ  2014માં ભાગીને ઈન્દોરમાં હિન્દુ વિધિથી લગ્ન કર્યાં હતા અને બાદમાં બીલીમોરા પરત ફર્યા હતા. મોનાઝ બ્યુટીપાર્લરની જોબ માટે દુબઈ ગઈ હતી અને થોડા સમયમાં પતિને પણ બોલાવી લીધો હતો.

મોનાઝ ગર્ભવતી થતાં વતન પરત ફરી હતી. સંદીપ રજાઓમાં ઘરે આવતો હતો.દીકરીના જન્મ બાદ તે પિયરમાં રહેતી હતી, બંને વચ્ચે અણબનાવ સર્જાયો હતો. વાત વણસી જતાં છૂટાછેડા સુધી પહોંચી હતી. પાંચ દિવસ પહેલા સંદીપ દુબઈથી પરત આવ્યો હતો અને મોપેડ લઇ સાસરીમાં પહોંચ્યો હતો. પત્નીને વાતચીતના બહાને બહાર બોલાવી ધારદાર છરા વડે તેના પર તૂટી પડ્યો હતો. ઘટનાને અંજામ આપી તે ફરાર થઈ ગયો હતો. પોલીસે તેને પકડવા નાકાબંધી કરી હતી અને લોકેશન ટ્રેસ કરી ધરપકડની તજવીજ હાથ ધરી હતી.

ભાગતી વખતે તે ફૂલસ્પીડમાં મોપેડ ચલાવતો હતો ત્યારે પગપાળા જતી બે મહિલાને અડફેટે લીધી હતી અને તે પણ પડી ગયો હતો. કપાળના ભાગે ઈજા થતાં આરોપી બેભાન થયો હતો, પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જે બાદ 108 મારફતે આરોપી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે લઈ જવાયા હતા. હાલમાં પોલીસે આરોપી વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. બીજી તરફ પરિવાર પણ દિકરીના મોતથી આઘાતમાં મુકાયો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch