Biparjoy Cyclone Updates: અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત બિપરજોયે ડરામણું સ્વરૂપ ધારણ કર્યું છે. હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે, ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લાઓમાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારોમાં સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. લોકોના ભેગા થવા પર પ્રતિબંધ લાદી દેવાયો છે. બિપરજોય વાવાઝોડું પોરબંદરથી 320 કિલોમીટર, જ્યારે દ્વારકાથી 360 કિલોમીટર, નલિયાથી 440 કિલોમીટર દૂર છે.
વાવાઝોડા પહેલા દેવભૂમિ દ્વારકાના દ્વારકાધીશના જગત મંદિર પર ફરી એકવાર બે ધજા ફરકાવાઈ છે. અગાઉ રાજ્ય પર તાઉતે વાવાઝોડાની ખતરાની ઘંટી વાગ્યા બાદ દ્વારકાધીશના મંદિરે 2 ધજા ફરકાયા બાદ તાઉતે વાવાઝોડનું સંકટ ઘટ્યું હતું. આમ ફરી એકવાર દ્વારકાધીશમાં આસ્થા રાખીને એક સાથે 2 ધજા ફરકાવવાનો નિર્ણય લેવાયો હતો.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 15 જૂને વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાઈ શકે છે. દ્વારકા, જામનગર અને કચ્છનાં તમામ બંદરો પર 10 નંબરનું સિગ્નલ લગાવાયું છે, પોરબંદરમાં 9 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયું છે. કચ્છમાં પ્રાથમિક, માધ્યમિક શાળાઓમાં અને કોલેજોમાં ત્રણ દિવસની રજા જાહેર કરી છે, તેમજ કોટેશ્વર-નારાયણ સરોવર મંદિર તારીખ 13થી 15 સુધી બંધ કરવામાં આવ્યું છે. PM મોદીએ સમીક્ષા બેઠક કરી હતી. પોરબંદરના કુછડી ગામે દરિયાનો પાળો તૂટતા ગામમાં પાણી ઘૂસવાનો ભય છે. કચ્છ જિલ્લામાં હાલ પવનની ગતિમાં વધારો થતા લોકોમાં ભયનો માહોલ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબંધિત મંત્રીઓને દરિયાકાંઠાના અલગ-અલગ જિલ્લાની જવાબદારી સોંપી છે. વલસાડ જિલ્લાના તિથલ બીચ સહિતના વિસ્તારોમાં પવનની ગતિ વધી રહી છે. જિલ્લાનું વહીવટી તંત્ર તમામ ગતિવિધિઓ ઉપર બાજ નજર રાખી રહ્યુ છે. જામનગર અને અમરેલી જિલ્લામાં વરસાદ શરૂ થયો છે. દ્વારકા જિલ્લાની જવાબદારી ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને સોંપવામાં આવી છે.ગૃહરાજ્ય મંત્રી દ્વારકા પહોંચીને દ્વારકાધીશના દર્શન કર્યા હતા. જે બાદ તેઓએ ભક્તોને 16મી જૂન સુધી દ્વારકા ન આવવા ભક્તોને અપીલ કરી હતી. દરિયા કિનારા નજાક આવેલા ગામડાઓમાં જઇને લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
#WATCH | Gujarat Home Minister Harsh Sanghvi in Dwarka speaks on preparedness for #CycloneBiparjoy as the cyclonic storm is expected to cross the Gujarat coast on June 15 pic.twitter.com/vdPcWqFwTT
— ANI (@ANI) June 12, 2023
વાવાઝોડાંની શક્યતાને લઈને કચ્છમાં બચાવ કામગીરી માટે 4 ટીમ ફાળવવામાં આવી છે. કચ્છમાં 2 SDRF અને 2 NDRFની ટીમ ફાળવાઇ છે. SDRFની 1 અને NDRFની એક ટીમ નલિયા ખાતે તહેનાત કરી છે, NDRFની એક ટીમ માંડવી ખાતે તહેનાત કરાઈ છે. SDRFની 25 લોકોની એક ટીમ આજે સવારે ભૂજ આવી પહોંચી છે. ભુજમાં SDRFની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
ચક્રવાત માટે 1 થી 11 પ્રતિકોનો અર્થ શું છે ?
સિગ્નલ 1 - તે સમુદ્રથી દૂર સ્થિત નીચા દબાણવાળા વિસ્તારને લાગુ પડે છે જ્યાં સપાટી પરનો પવન 60 કિમી પ્રતિ કલાકની ઝડપે હોય છે. આ સિગ્નલનો અર્થ એ છે કે બંદરને અસર થશે નહીં, પરંતુ પવનની ગતિમાં થોડો વધારો થવાની ચેતવણી છે.
સિગ્નલ 2 - 60-90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની તીવ્રતાના કારણે સમુદ્રથી દૂર ડિપ્રેશન સર્જાય છે. આ સિગ્નલ જહાજોને બંદરો પરથી ખસી જવા માટે છે.
સિગ્નલ 3 - તે પોર્ટને અસર કરે તેવી શક્યતા છે. 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની ઝડપ સાથે વાવાઝોડું બંદર પર ત્રાટકવાની શક્યતા છે.
સિગ્નલ 4- દરિયામાં ડીપ ડિપ્રેશનને કારણે બંદરોને પાછળથી અસર થવાની શક્યતા છે. 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ સંકેત દર્શાવે છે કે બંદર પર ઉભેલા જહાજો પર ખતરો છે. પોર્ટ પર ખરાબ હવામાન માટે સિગ્નલ 3 અને 4નો ઉપયોગ કરવામાં આવે છે.
સિગ્નલ 5 - ચક્રવાતી વાવાઝોડામાં ડીપ ડિપ્રેશનનો સંકેત આપતો આ સિગ્નલ સૂચવે છે કે 60-80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પોર્ટની ડાબી બાજુથી દરિયાકાંઠાને ઓળંગી શકે છે.
સિગ્નલ 6 - સિગ્નલ 5 જેવું જ છે, પરંતુ સૂચવે છે કે વાવાઝોડું બંદરની જમણી બાજુએ કિનારે વટાવી જશે.
સિગ્નલ 7- ચક્રવાતી તોફાન બંદરની નજીકથી આગળ વધશે અથવા સંપૂર્ણપણે દરિયાકાંઠાને પાર કરશે. સિગ્નલ 5, 6 અને 7 બંદરો માટે જોખમ સૂચવે છે.
સિગ્નલ 8 - આ ખૂબ જ ખતરનાક ચેતવણી છે, ચક્રવાત હવે ખૂબ જ ગંભીર છે, બંદરથી ડાબી તરફ આગળ વધશે. આ વાવાઝોડામાં પવનની ગતિ 90 થી 120 કિમી પ્રતિ કલાકની રહેશે.
સિગ્નલ 9- સિગ્નલ 8 ની જેમ, આ પણ એક ખૂબ જ ખતરનાક ચેતવણી છે, ચક્રવાત બંદરની જમણી બાજુથી ખૂબ જ તીવ્ર તરફ આગળ વધશે.
સિગ્નલ 10- ખૂબ જ તીવ્ર ચક્રવાત બંદર પર અથવા તેની નજીક આવશે. પવનની ઝડપ 89 થી 102 કિમી પ્રતિ કલાક કે તેથી વધુ હોઈ શકે છે.
સિગ્નલ 11- દરિયામાં વિઝિબિલિટી ઝીરો થાય. પવનની ઝડપ 103 થી 118 પ્રતિ કિમી કલાક કે તેથી વધુ હોઈ શકે છે. આ સૌથી ખતરનાક સિગ્નલ કહેવાય છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબ સંજય પટોળિયાની રાજકોટમાં પણ છે હોસ્પિટલ, આજના ઓપરેશન કર્યા રદ્દ | 2024-11-14 18:06:10
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન સાથે હાઇવે પર ઉમટી પડ્યા, હાય હાયના લાગ્યા નારા | 2024-11-14 17:32:36
અમદાવાદ વિદ્યાર્થી હત્યા કેસ: આરોપીને સાથે રાખીને કરાયું રિ-કન્ટ્રકશન, વિરેન્દ્ર મગરના આંસુ સારતો જોવા મળ્યો | 2024-11-14 17:10:15
ED ના ગુજરાત અને મહારાષ્ટ્રમાં દરોડા, અમદાવાદ, સુરતમાં નકલી આઇડીથી બેંક ખાતાઓ ખુલવાના કેસમાં કાર્યવાહી | 2024-11-14 11:07:20
વડોદરા મુરજાણી આત્મહત્યા કેસમાં માનેલી દીકરી અને માતા ઝડપાયા- Gujarat Post | 2024-11-14 10:51:10
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32
અમેરિકાની ટસ્કેગી યુનિવર્સિટીમાં ફાયરિંગ, એક વ્યક્તિનું મોત, 16 લોકો ઘાયલ | 2024-11-11 10:11:20
ACB એ નાયબ મામલતદારને આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા, અન્ય આરોપી પણ પકડાયો | 2024-11-13 18:27:36
વાવનો જંગ...પાઘડીની લાજ સાચવવા અને મામેરું ભરવાની અપીલ વચ્ચે વાવમાં ધીમી ગતિએ મતદાન- Gujarat Post | 2024-11-13 11:31:57
વધુ એક સ્કૂલના આચાર્ય ACB ની ઝપેટમાં, રૂપિયા 14 હજારની લાંચ લેતા ઝડપાયા | 2024-11-12 08:12:53
લોરેન્સ બાદ બિશ્નોઈ ગેંગના અન્ય માફિયાઓ માટે કરણી સેનાએ જાહેર કર્યું ઈનામ- Gujarat Post | 2024-11-11 10:13:56