Mon,18 November 2024,11:57 am
Print
header

ગુજરાત ભાજપની નવી પાર્લામેન્ટ્રી બોર્ડની ટીમ જાહેર, જાણો કોને મળ્યું સ્થાન ?

ગાંધીનગરઃ ભાજપના પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોના નામ જાહેર કરવામાં આવ્યા છે. 13 સભ્યોની નવી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની સમિતી જાહેર કરવામાં આવી છે. ગુજરાત ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાં સી આર પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો સમાવેશ કરાયો છે.

ઉપરાંત કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, આર સી ફળદુ, સુરેન્દ્ર પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જશવંત ભાભોર, ભીખુભાઈ દલસાણીયા, રાજેશ ચુડાસમા, કાનાજી ઠાકોર, કિરીટ સોલંકી અને નવા નિયુક્ત થનાર મહિલા મોરચા પ્રમુખ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો રહેશે.જો કે હજુ સુધી મહિલા મોરચાના પ્રમુખનું નામ જાહેર થવાનું બાકી છે. હાલમાં ભાજપના પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની ટીમમાં 13 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે અહીં પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની બાદબાકી કરવામાં આવી છે. નોંધનિય છે કે સી.આર.પાટીલના પ્રમુખ બન્યાં પછી ગુજરાત ભાજપ સંગઠનમાં મોટા ફેરફારો થયા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch