આઝાદીના 74 વર્ષ બાદ સાબરકાંઠાના ભીમપગલા ગામને નળથી પાણી મળ્યું
ગામના લોકો છેલ્લાં 20 વર્ષથી સતત રજૂઆત કરતા હોવા છંતા સરકારે કોઇ નક્કર કામગીરી ન કરી.
સરપંચની સક્રિયતાને કારણે ઘરે ઘરે નળથી હવે પાણી મળ્યું
રાજ્યના 30 ટકા ગ્રામ્ય વિસ્તારોમાં નળથી પાણી નથી મળતું, સમગ્ર ગુજરાતમાં ઘરે ઘરે નળથી પાણી મળવાની વાતો માત્ર કાગળ પરઃ મહેન્દ્રસિંહ ચૌહાણ, સરપંચ ભીમ પગલા
સાબરકાંઠાઃ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી છેલ્લાં 25 વર્ષથી સતત સત્તા પર છે સરકાર દ્વારા સતત દાવો કરવામાં આવે છે કે ગુજરાતના દરેક ગામમાં પીવાનું પાણી ઘરે ઘરે નળથી મળે છે. પણ હકીકત એ છે કે રાજ્યમાં અનેક ગ્રામ્ય વિસ્તારો એવા છે કે પીવા માટે પાણી નથી આવતું, સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્યાના ભીમ પગલા ગામમાં આઝાદીના સાડા સાત દાયકા બાદ નળથી હવે પાણી મળ્યું છે. સૌથી નવાઇની વાત એ છે કે છેલ્લાં 20 વર્ષથી સતત રજૂઆત બાદ પણ ઘરે નળથી પાણી મળ્યું ન હતું. રાત દિવસ એક કરીને પોતાના ગામ માટે ઘરે ઘરે નળ સુધી પાણી પહોંચાડવા માટેની મહેનત કરનાર ગામના સરપંચ મહેન્દ્રસિંહ ચૌહાણ કહે છે કે ભલે સરકાર દાવો કરે કે ગામમાં ઘરે ઘરે પાણી મળે છે પણ હકીકત એ છે કે આજે પણ રાજ્યમાં 30 જેટલા ગામોમાં ઘરે ઘરે પીવાનું પાણી મળતું નથી.
ખેડબ્રહ્યાના ભીમ પગલા ગામના લોકોની પીવાના પાણીના બે બેડા ભરવા માટે એક કિલોમીટર સુધી ચાલતા જતા હતા. તેમાં પણ ચોમાસામાં ગામની આસપાસ પાણી ભરાતા હોડીમાં પાણી ભરવા માટે જવુ પડતું હતુ. આવી સ્થિતી આઝાદી પછીના 74 વર્ષ સુધી રહી છે. કોંગ્રેસની સરકાર હતી ત્યારે પણ આ પ્રશ્ન કોઇ દિવસ હલ ન થયો. 25 વર્ષથી ગુજરાતમાં શાસન કરતી ભાજપની સરકારે પણ ગ્રામજનોની રજૂઆતને ધ્યાનમાં ન લીધી અને જાહેરમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે રાજ્યના દરેક ગામમાં નળથી પીવાનું પાણી મળે છે.
ગ્રામજનોની સ્થિતિને જોઇને સરપંચ મહેન્દ્રસિંહ ચૌહાણે નક્કી કર્યું કે ભલે સરકાર ગ્રામજનોની મુશ્કેલી ધ્યાનમાં ન લે પણ તે તમામ તાકાત લગાવીને ગામમાં ઘરે ઘરે પાણી આપશે. જેમાં ગાંધીનગર અને હિંમતનગરની સ્થાનિક કચેરીઓમાં અનેક ધક્કા ખાઇને અંતે મહેન્દ્રસિંહ ચૌહાણના કારણે ભીમપગલા ગામમાં આઝાદીના 74 વર્ષ પછી પીવાનું પાણી ઘરે ઘરે નળથી મળ્યું છે જેનાથી સ્થાનિક લોકોમાં આનંદનો માહોલ છે.
મહેન્દ્રસિંહ ચૌહાણ કહે છે કે રાજ્ય સરકારમાં જ્યારે અમારા ગામમાં પીવાનું પાણી નળથી લાવવા માટે રજૂઆત કરવામાં આવી ત્યારે સરકારના મંત્રીઓથી માંડીને અધિકારીઓ માનવા માટે તૈયાર ન હતા કારણ કે કાગળ પર રાજ્યમાં દરેક ગ્રામ્ય વિસ્તારોમાં પાણી મળતું હતું. જ્યારે ભીમપગલા ગામની સ્થિતિની જાણ થઇ ત્યારે પહેલા કામગીરી કાગળ પર ચાલી અને છેવટે મહિનાઓની મહેનત બાદ પાણી મળ્યું અને હવે અમારા ગામની મહિલાઓને બેડા ઉચકવાની મુશ્કેલીમાંથી મુક્તિ મળી ગઇ. આ માટે ગામના લોકોએ આગેવાની લીધી અને પીવાનું પાણી ગામ સુધી પહોંચે તે માટે પાઇપ મુકવાથી માંડીને તમામ કામગીરી કરી. મહેન્દ્રસિંહ ચૌહાણ ઉમેરે છે કે આઝાદી પછી જો કોઇ ગામમાં પીવાનું પાણી નળથી ન આવે તો સાચા અર્થમાં આઝાદી મળી ન કહેવાય અને અમે આઝાદ દેશમાં ગુલામ જેવું મહેસુસ કરતા હતા. નેતાઓ ચૂંટણી સમયે આવતા હતા પણ કોઇ દિવસ ગામની સ્થિતિને સુધારવા માટે પ્રયત્ન કરતા ન હતા.કમનસીબે આજે પણ રાજ્યમાં 30 ટકા ગ્રામ્ય વિસ્તારોમાં ઘરે પાણી નળથી નથી મળતું.
ચોમાસાની સીઝનમાં ભીમ પગલા ગામની આસપાસમાં પાણી ભરાતા લોકોને હોડીનો ઉપયોગ કરવો પડતો હતો ગામમાં આરસીસી રોડ પણ ન હતો. જેની કામગીરી પણ હવે પૂર્ણ કરવામાં આવી છે. ભીમપગલા ગામની માફક આજે પણ ઘણા ગામો ઘરેથી પીવાનું પાણી મેળવવા માટે રાહ જોઇને બેઠા છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ગોધરાકાંડને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષો પછી કોઇ વાત કરી, ધ સાબરમ રિપોર્ટ ફિલ્મનો વીડિયો શેર કરીને કહ્યું સત્ય સામે આવે જ છે | 2024-11-17 18:08:23
સુરતઃ જમાઈને ફસાવવા માટે સસરાએ રચ્યું ખતરનાક કાવતરું, ભાજપ, આરએસએસને જડમૂળથી ઉખેડી નાખવાની પત્રિકા કરી વાયરલ | 2024-11-17 17:43:24
દિલ્હીમાં આપને મોટો ઝટકો, મંત્રી કૈલાશ ગહલોતે કેજરીવાલને પત્ર મોકલીને છોડી પાર્ટી- gujaratpost | 2024-11-17 13:51:57
Accident: ત્રણ લોકોનાં મોત, જામનગર-રાજકોટ હાઈવે પર જાયવા નજીક મોપેડ અને બોલેરો વચ્ચે અકસ્માત | 2024-11-17 13:48:27
સુરતમાં ઉદ્યોગપતિ મહેશ સવાણીના નામની નકલી ચિઠ્ઠી બનાવીને રૂ. 5.61 કરોડ ખંખેરી લીધા, ક્રાઇમ બ્રાન્ચમા ગુનો દાખલ | 2024-11-17 13:44:01
મોરબી બ્રિજ અકસ્માતના આરોપી જયસુખ પટેલને મોદકથી તોલવામાં આવ્યાં, પીડિતોના પરિવારજનો નારાજ | 2024-11-17 09:31:46
ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે, જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી | 2024-11-17 08:52:54
નાઈજીરિયા પહોંચ્યાં પીએમ મોદી, એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું | 2024-11-17 09:06:39
મણિપુર: જીરીબામમાં ત્રણ મૃતદેહો મળ્યાં બાદ અંધાધૂંધી ફાયરિંગ, ટોળાએ મંત્રીઓ અને ધારાસભ્યોના નિવાસસ્થાનો પર કર્યો હુમલો | 2024-11-16 20:23:19
NRI દીપક પટેલની ભાગીદારે જ કરી હત્યા, નફાની વહેંચણીને લઈને થઇ હતી રકઝક- Gujaratpost News | 2024-11-16 19:47:58
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22