Mon,18 November 2024,3:05 am
Print
header

મોરબી કલેક્ટર (IAS) જે.બી.પટેલ તમારી શું મજબૂરી છે ? આખરે કેમ આવું અપમાન સહન કરી રહ્યાં છો ?

- મોરબી કલેક્ટરે આવું પણ સાંભળવું પડ્યું

- નેતાએ કલેક્ટરને તુ તારી કરીને કહ્યું તમે પૈસા ખાઓ છો !

- તમારે 10-10 લાખ રૂપિયા ખાવા છે કામ કરવું નથીઃ કાંતિ અમૃતિયા 

મોરબીઃ ભાજપના રાજમાં અધિકારીઓની બોલતી બંધ થઇ ગઇ છે ઘણી વખત નેતાઓ સાચા હોય છે અને ઘણી વખત અધિકારીઓ સાચા હોય છે, જે પણ હોય પરંતુ આજનો આ કિસ્સો તમને વિચારતા કરી દે તેવો છે, મોરબી ભાજપના નેતા અને પૂર્વ MLA કાંતિ અમૃતિયાએ હોસ્પિટલમાં સુવિધાઓને લઇને મોરબી કલેક્ટર આઇએએસ અધિકારી જે.બી.પટેલને જાહેરમાં જ અપમાનિત કરી દીધા, એક બંધારણીય પદ પર બેઠેલા કલેક્ટરને તુ તારી કરીને કહ્યું કે મેં તને ડિસ્ટર્બ નથી કર્યો, સાથે જ આરોપ લગાવ્યાં કે તમારે કામ નથી કરવા અને ઠેકડા મારવા છે.

કાંતિ અમૃતિયાએ એમ પણ કહી દીધું કે તમારે તો પૈસા ખાવા છે, 10-10 લાખ રૂપિયા ખાવા છે કામ નથી કરવા, આ બધુ થઇ રહ્યું હતુ અને ખુદ કલેક્ટર ચુપ હતા તેમની સાથેના અધિકારીઓ પણ આ દબંગાઇ જોઇને ચોંકી ગયા હતા. કાંતિ અમૃતિયાની ગણતરી દબંગ નેતા તરીકે થાય છે અગાઉ પણ તેઓ જનતાના કામોને લઇને અધિકારીઓને ખખડાવી ચુક્યાં છે જો કે આ વખતે તેમના નિશાને કલેક્ટર હતા અને તેમનો આ વાર્તાલાપ અયોગ્ય જ છે દર્દીઓને કોઇ પ્રોબલેમ હોય તો શાંતિથી રજૂઆત કરીને તેનો રસ્તો કાઢવાની જરુર હોય છે પરંતુ અહીં તો હોસ્પિટલમાં આવેલા કલેક્ટરનું અપમાન કરવામાં આવ્યું છે.

આખરે અહીં સૌથી મોટો સવાલ એ છે કે કલેક્ટર જે.બી.પટેલ આ બધુ કેમ સાંભળી રહ્યાં હતા ? એક અધિકારી તરીકે કદાચ ભાજપના આ નેતાને જવાબ ન આપી શક્યા હોય પરંતુ અહીં તેમને તુ તારી કરીને તેમના પર ભ્રષ્ટાચારના આરોપ મુકવામાં આવ્યાં તેમ છંતા તેઓ ચૂપ રહ્યાં, આખરે તેમની એવી શું મજબૂરી હતી કે તેઓ નેતા સામે બોલી ન શક્યા, ઘણી વખત અધિકારીઓ જનતાને પોતાનો રૂઆબ દેખાડતા હોય છે સામાન્ય નાગરિકોને અધિકારીઓની દબંગાઇના અનેક કડવા અનુભવો થયેલા છે ત્યારે આવા અધિકારીઓની નેતાઓ સામેની ચુપકીદીથી અનેક સવાલ ઉભા થઇ રહ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch