Fri,01 November 2024,12:54 pm
Print
header

મોદીએ કહ્યું આ તો મારૂં સેવાભાવી સુરત છે, રેલીની ભીડ જોઇને આપ-કોંગ્રેસના હોશ ઉડી ગયા હશે !

સુરતઃ વડાપ્રધાન મોદીએ સુરતમાં ભવ્ય રોડ શો કર્યો હતો, એરપોર્ટથી અબ્રામા સુધીના 32 કિ.મી લાંબા રોડ શો માં આવેલી જનતાની ભીડ જોઇને કોંગ્રેસ અને આપના હોશ ઉડી ગયા છે, રસ્તાઓ પર મહિલાઓ, યુવાનો, બાળકો મોદી મોદીના નારા લગાવતા જોવા મળ્યાં હતા, પાટીદારોના ગઢ સુરતના વરાછામાં મોદીએ લોકોને સંબોધ્યાં હતા.

મોદીએ કહ્યું કે આ તો મારું સેવાભાવિ સુરત છે, અનાથ દિકરીઓના લગ્ન હોય કે સરોવરો બનાવવાના હોય કે પછી સમાજ સેવાનું કોઇ પણ કામ, તે સુરતથી જ શરૂ થાય છે, આજે આપણું સુરત બ્રિજને લઇને પણ ઓળખાય છે, દુનિયાભરમાં ડાયમંડ માટે આપણું સુરત જાણીતું છે.

પીએમ મોદીના કોંગ્રેસ પર પ્રહાર

મોદીએ કહ્યું એક વખત લોકસભામાં ચીન સરહદ પર રોડ બનાવવાની ચર્ચા થતી હતી, ત્યારે કોંગ્રેસના નેતા કહેતા હતા કે આ રોડનો ઉપયોગ ચીનવાળા કરશે તો, લ્યો આ લોકોની માનસિકતા કેવી છે, આ લોકો શું કરવા માંગે છે તે જ ખબર નથી પડતી, અમારી ભાજપ રાષ્ટ્રભક્ત છે, અને આ કોંગ્રેસના લોકો કોઇ પણ કામમાં રોડાં નાખ છે. સમાજની સાથે દેશનું માળખું મજબૂત થવું જોઇએ. ઇન્ફ્રાસ્ટ્રક્ટરથી આપણો દેશ આજે વિશ્વમાં ઓળખાઇ રહ્યો છે. દુનિયાનો સૌથી ઉંચો રેલવે બ્રિજ ભારતમાં છે, દુનિયાનું સૌથી ઉંચુ સરદાર પટેલનું સ્ટેચ્યૂં ઓફ યુનિટિ આપણે બનાવ્યું, સૌથી ઉંચો સોલર હાઇબ્રિડ પ્લાન્ટ આપણે બનાવ્યો છે, ડિઝિટલ લેણદેણમાં દુનિયાના 40 ટકા ટ્રાન્જેક્શન ભારતમાં થાય છે, ભારતમાં બુલેટ ટ્રેન આવી રહી છે. આપણે મેડ ઇન ઇન્ડિયા પર ભાર મુક્યો છે.

સુરતના લોકો વેપારમાં સાહસિક

મોદીએ કહ્યું આપણા સુરતનો જવાનીયો દુનિયાભરમાં જઇને ધંધો કરે છે, અહીંના લોકો સાહસિક છે, કોઇ પણ ધંધો કરવા દુનિયાભરમાં ફરે છે, સુરતનું એરપોર્ટ બનાવવા અમે મહેનત કરી હતી. સુરત આજે વિકાસની ગતિ પકડી રહ્યું છે, ડબલ એન્જિનની સરકારે અંકલેશ્વરમાં પણ એરપોર્ટ બનાવવાનું કામ શરૂ કર્યું. મોદીએ અહીં કોંંગ્રેસની ઝાટકણી કાઢીને જનતાને અપીલ કરી છે કે ફરીથી રેકોર્ડતોડ મતોથી ભાજપને જીતાડજો.

ખેડામાં પણ મોદીએ કર્યું હતુ સંબોધન

અમે આતંકવાદનો સફાયો કર્યોઃ મોદી 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch