Thu,14 November 2024,11:14 pm
Print
header

નાઈજીરિયામાં લગ્ન સમારોહમાંથી પરત ફરતી બોટ પલટી, 100 લોકોનાં મોત- Gujarat Post

કવારા સ્ટેટઃ નાઈજીરિયામાં એક બોટ પલટી જતાં મોટો અકસ્માત થયો હતો. ઉત્તર નાઈજીરીયામાં લગ્ન સમારોહમાંથી પરત ફરી રહેલા રહેવાસીઓને લઈ જતી બોટ નદીમાં પલટી જતા લગભગ 100 લોકોના મોત થયા હતા. પોલીસ અને સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે હજુ અનેક લોકોની શોધખોળ ચાલી રહી છે. આ બોટ ઓવરલોડ થઈ જતાં પલટી જવાની માહિતી મળી રહી છે. બોટમાં આશરે 300 લોકો સવાર હતા. અત્યાર સુધી 53 જ લોકોને બચાવી શકાય છે. બાકીના લોકોની શોધખોળ ચાલુ છે.

આ દુર્ઘટના નાઈજીરિયાની સૌથી મોટી નદી નાઈજરમાં થઈ હતી. આ ઘટના બાદ પોલીસ અધિકારીઓ અને સ્થાનિક લોકો અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહોને બહાર કાઢવામાં લાગેલા છે. અહીંના લોકો મોટાભાગે સ્થાનિક રીતે બનાવેલા જહાજોનો ઉપયોગ કરે છે, જેના કારણે આવા અકસ્માતો થતા રહે છે.

પોલીસ પ્રવક્તા ઓકાસાન્મી અજયીએ જણાવ્યું હતું કે નાઇજર નજીક આવેલા કવારા સ્ટેટમાં નાઇજર નદીમાં બોટ પલટી ગઇ હતી. જેમાં લગભગ 100 લોકોનાં મોત થયા છે. જો કે, સર્ચ ઓપરેશન ચાલુ છે અને મૃત્યુઆંક વધી શકે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch