Sat,16 November 2024,8:20 pm
Print
header

આ રહી બોગસ કંપનીઓની યાદી, એક્સપોર્ટના નામે 20 કરોડ રૂપિયાનું બોગસ રિફંડ મેળવી લીધું - Gujarat Post

ગુજરાતમાં વધુ એક GST નું કૌભાંડ સામે આવ્યું 

અમદાવાદઃ સ્ટેટ જીએસટી વિભાગે દરોડા કરીને મોટું કૌભાંડ ઝડપી લીધું છે. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા નિકાસકારોએ ક્લેઇમ કરેલા રિફંડની ઉંડી તપાસ કરતા આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે. EXPIFT IMPEX PVT LTD સહિતની કંપનીઓએ ખોટી રીતે 20 કરોડ રૂપિયાનું રિફંડ મેળવી લીધું હોવાનું જાણવા મળ્યું હતુ. જીએસટી ઇન્ટેલિજન્સ વિભાગને માહિતી મળી હતી કે જીવરાજ બ્રિજ પાસે એક બંધ મકાનમાં મોટા પ્રમાણમાં સાહિત્ય છુપાવેલું છે, અહીંથી કરોડો રૂપિયાનું કૌભાંડ કરવા બોગસ પેઢીઓ ઓપરેટ થઇ રહી છે જેને આધારે અધિકારીઓની ટીમોએ અહી દરોડા કર્યાં હતા.

આ સ્થળેથી સાહિત્ય, ડિઝિટલ ડેટા, 13 મોબાઇલ, 21 સીમકાર્ડ, 2 લેપટોપ, 1 હાર્ડડિસ્ક, 1 સીપીયુ, 8 પેન ડ્રાઇવ, બેંકની ચેકબુક, કેટલાક લોકોના આધારકાર્ડ અને પાનકાર્ડ સહિતની વસ્તુઓ મળી આવી હતી. જીએસટી વિભાગને ગુજરાત અને બીજા રાજ્યોની 66 પેઢીઓની માહિતી મળી છે, જેમાં કરોડો રૂપિયાના કૌભાંડો કરી નાખવામાં આવ્યાં છે.

અધિકારીઓને માહિતી મળી છે કે ઓછી કિંમતના રેડિમેડ ગારમેન્ટ્સ, લેધર આર્ટિકલ અને જવેલરીનું ઉંચી કિંમતે આફ્રિકા અને દુબઇ જેવા દેશોમાં નિકાસ અને સ્પેશિયલ ઇકોનોમી ઝોનમાં ઝીરો રેટેડ સપ્લાય દર્શાવ્યું હતુ, જેમાં આ માલના ઇનવર્ડ સપ્લાયના બોગસ બિલો મેળવીને વેરાશાખા માટે અરજી કરાઇ હતી. IGST ભરપાઇ કર્યાનું દર્શાવીને આ કૌભાંડ આચરવામાં આવ્યું હતુ. તેને આધારે કસ્ટમ મેળવેલ હોવાનું તથા લેટર ઓફ અંદરટેકિંગ આધારિત નિકાસ અને સેઝમાં ઝીરો રેટેડ સપ્લાય દર્શાવીને CGST અને SGST પાસેથી રિફંડ મેળવ્યું હતુ.

હાલમાં આ કૌભાંડ પાછળના માસ્ટરમાઇન્ડની શોધખોળ થઇ રહી છે, અગાઉ પણ રાજ્યમાં આવા કૌભાંડો સામે આવ્યાં હતા અને હવે વધુ એક કૌભાંડીએ સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch