Mon,18 November 2024,10:08 am
Print
header

નોઇડાઃ બોગસ ચલણી નોટો છાપતી ટોળકી ઝડપાઈ, નોટ છાપવાની રીત જોઈ પોલીસ ચોંકી ઉઠી

નોઇડાઃ ગૌતમબુદ્ધ નગર જિલ્લામાંથી નોઇડા પોલીસે નકલી નોટ છાપતી ટોળકીને દબોચી લીધી હતી. પોલીસે ત્રણ આરોપીઓ સહિત નકલી નોટ બનાવવાનો સામાન જપ્ત કર્યો હતો. પોલીસને જાણકારી મળી હતી કે આરોપી નકલી નોટ બનાવીને નાની દુકાનો અને બજારોમાં ખપાવી રહ્યાં છે.

પોલીસના જણાવ્યાં મુજબ, નોઇડા અને ગાઝિયાબાદમાં 20 હજાર રૂપિયાની નકલી નોટ ખપાવી ચુક્યા છે. આરોપી પ્રિંટર પર અસલી નોટ પરથી નકલી નોટ છાપતા હતા ખૂબ સાવચેતીથી તેને બજારમાં વટાવતા હતા.

નોયડા ફેસ-3ના પોલીસ અધિકારના જણાવ્યાં મુજબ આરોપીઓ પાસેથી 29,900 રૂપિયાના મૂલ્યની નકલી ભારતીય નોટ મળી આવી છે. ઉપરાંત 100 તથા 5 રૂપિયાની અડધી બનેલી નોટ, એક કલર પ્રિન્ટર, નોટને કલર કરવાની ડાઈ મળી આવી છે. ત્રણેય આરોપી શાહજહાંપુરના રહેવાસી છે. આરોપીઓ અર્થતંત્રને ખોખલું કરવા અને ઝડપથી માલદાર બનવા નકલી નોટો છાપતા હતા.

હાલમાં પોલીસ દ્વારા આ કેસની ઉંડી તપાસ થઇ રહી છે, જેમાં વધુ લોકોની સંડોવણી સામે આવ તેવી પણ શક્યતા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch