Fri,15 November 2024,9:51 pm
Print
header

કાબૂલની મસ્જિદમાં બોમ્બ બ્લાસ્ટમાં 20 લોકોનાં મોત, 50 ઘાયલ- gujaratpost

અફઘાનિસ્તાનઃ કાબૂલની મસ્જિદમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 20 લોકોનાં મોત થઇ ગયા છે, 50 જેટલા લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં પાંચ બાળકોનો પણ સમાવેશ થાય છે. જેમને નજીકની હોસ્પિટલોમાં લઇ જવામાં આવ્યાં છે. સર-એ-કોતલ ખેરખાનામાં આ ભયાનક બોમ્બ વિસ્ફોટ થયો હતો. હાલમાં આ વિસ્તારને  સુરક્ષાકર્મીઓએ સીલ કરી દીધો છે.

સ્થાનિક ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે ઉત્તરી કાબૂલમાં ભયાનક વિસ્ફોટનો અવાજ સંભળાયો છે.જ્યાં બ્લાસ્ટ થયો છે તે વિસ્તારની આસપાસની ઇમારતોના કાચ તૂટી ગયા છે, લોકોમાં ડરનો માહોલ છે, અહીં લોહીલુહાણ હાલતમાં લોકોને હોસ્પિટલ ખસેડાયા છે. હજુ સુધી કોઇ સંગઠને આ બ્લાસ્ટની જવાબદારી નથી લીધી, તાલિબાન સરકારે આ મામલે એલર્ટ જારી કરીને પુરા વિસ્તારને કોર્ડન કરી દીધો છે. નોંધનિય છે કે આ વિસ્તારમાં શિયાની વસ્તી વધારે છે જેથી તેમને નિશાન બનાવીને આ બોમ્બ બ્લાસ્ટ કરાયો હોવાનું સરકારનું માનવું છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch