Fri,20 September 2024,8:48 pm
Print
header

કેરળ બોમ્બ બ્લાસ્ટમાં ટિફિન બોમ્બનો ઉપયોગ, ડોમીનિક માર્ટિન નામના શખ્સે બોમ્બ બ્લાસ્ટની લીધી જવાબદારી

ડોમીનિક માર્ટિન નામના શખ્સે બોમ્બ બ્લાસ્ટની લીધી જવાબદારી

પોલીસ સ્ટેશનમાં જાતે જ થઇ ગયો હાજર

ખ્રિસ્તી ધર્મની વિચારધારાને હું નફરત કરું છુંઃ માર્ટિન

કેરળઃ કેરળમાં એક પછી એક ત્રણ બોમ્બ બ્લાસ્ટ થયા છે, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે, અંદાજે 40 લોકો ઘાયલ થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે, આ બ્લાસ્ટ માટે ટિફિન બોમ્બનો ઉપયોગ કરાયો હોવાનું સામે આવ્યું છે. બ્લાસ્ટ બાદ એનઆઇએ અને એનએસજીની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને તપાસ શરૂ કરી છે.

કેરળના એર્નાકુલમમાં ખ્રિસ્તી પ્રાર્થના સભાના સ્થળે ત્રણ વિસ્ફોટો થયા હતા, જેમાં પોલીસને ઘટના સ્થળેથી વિસ્ફોટમાં વપરાયેલા વાયર, બેટરી અને અન્ય વસ્તુઓ મળી છે. આ બ્લાસ્ટમાં આઇઇડીનો ઉપયોગ કરાયો છે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સાથે વાતચીત કરી છે અને બ્લાસ્ટની તપાસ કરાઇ રહી છે.

નોંધનિય છે કે બોમ્બ બ્લાસ્ટ બાદ પોલીસે આખા વિસ્તારની સુરક્ષા વધારી દીધી છે, સીસીટીવીને આધારે વધુ તપાસ થઇ રહી છે. આ બ્લાસ્ટની જવાબદારી ડોમીનિક માર્ટિન નામના શખ્સે લીધી છે અને તે પોલીસ સ્ટેશનમાં જાતે જ હાજર થઇ ગયો હતો, હાલમાં પોલીસ આ મામલે તપાસમાં લાગી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch