Sat,16 November 2024,6:16 am
Print
header

18 વર્ષથી મોટી ઉંમરના તમામને આ તારીખથી મળશે બૂસ્ટર ડોઝ- Gujarat post

જેમની ઉંમર 18 વર્ષ છે અને તેમણે રસીનો બીજો ડોઝ લીધાના 9 મહિના પૂરા કર્યા છે, તે રસીકરણ કેંદ્રો પર જઈ રસી લઈ શકે છે

18 વર્ષથી વધુ વયના યુવાનો માટે કોરોનાનો પ્રિકોશન ડોઝ હવે ખાનગી રસીકરણ કેન્દ્ર પર પણ મળશે

નવી દિલ્હીઃ કોરોના રસીકરણને લઈને કેંદ્ર સરકારે યુદ્ધના મોરચે લડી રહી છે. હવે 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને કોરોના વેક્સિનનો બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં અનુસાર, જેમની ઉંમર 18 વર્ષ છે તેમણે રસીનો બીજો ડોઝ લીધાના 9 મહિના પૂરા કર્યાં છે, તેઓ રસીકરણ કેંદ્રો પર જઈ રસી લઈ શકે છે. 18 વર્ષથી વધુ વયના યુવાનો માટે કોરોનાનો પ્રિકોશન ડોઝ હવે ખાનગી રસીકરણ કેન્દ્ર પર પણ મળશે, તેઓ 10 એપ્રિલથી રસીનો બૂસ્ટર ડોઝ લઈ શકે છે.

દેશભરમાં રસીકરણ અભિયાન ગયા વર્ષે 16 જાન્યુઆરીએ શરૂ કરવામાં આવ્યું હતું

દેશમાં 15 વર્ષથી વધુ ઉંમરના લગભગ 96 ટકા લોકોએ ઓછામાં ઓછી એક રસી લીધી

દેશમાં આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વર્કર સહિત 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો હતો.તમને જણાવી દઈએ કે, દેશભરમાં રસીકરણ અભિયાન ગયા વર્ષે 16 જાન્યુઆરીએ શરૂ કરવામાં આવ્યું હતું  પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી. ફ્રન્ટલાઈન વર્કરનું રસીકરણ ગયા વર્ષે 2 ફેબ્રુઆરીથી શરૂ થયું હતું. રાષ્ટ્રવ્યાપી એન્ટી-COVID-19 રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 185.38 કરોડ ડોઝ આપવામાં આવ્યાં છે.  

દેશમાં 15 વર્ષથી વધુ ઉંમરના લગભગ 96 ટકા લોકોએ ઓછામાં ઓછી એક રસી લીધી છે, લગભગ 83 ટકા લોકોએ બંને ડોઝ લીધા છે. હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60+ વય જૂથોને પણ 2.4 કરોડથી વધુ બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યાં છે.12 થી 14 વર્ષની વયજૂથના 45% લોકોએ પણ પ્રથમ ડોઝ લીધો છે.

14 માર્ચે  કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેરાત કરી હતી કે 60+ વય જૂથના તમામ લોકો હવે પ્રીકોશન ડોઝ મેળવી શકશે. આરોગ્ય મંત્રાલયે એ પણ જાહેરાત કરી હતી કે 12-14 વર્ષની વય જૂથના બાળકોને 16 માર્ચથી કોરોના વાયરસની રસી મળવાનું શરૂ થશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch