Sat,21 September 2024,5:54 am
Print
header

બોટાદમાં ડબલ મર્ડરની ઘટના, 20 વર્ષના ભત્રીજાએ કાકા-કાકીને જે રીતે માર્યાં તે જાણીને તમારું હૈયું કંપી ઉઠશે

બોટાદઃ ગઢડાના ધૂફણિયા ગામમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. 20 વર્ષના ભત્રીજાએ કાકા-કાકીને ટ્રેક્ટરથી કચડીને મારી નાખતા પથંકમાં સનસનાટી વ્યાપી ગઇ છે. બંન્ને પરિવારો વચ્ચે 9 વિઘા જમીનનો વિવાદ ચાલતો હતો. આ વિવાદને લઇને ભત્રીજાએ કાકા-કાકીની ઘાતકી હત્યા કરી નાખી હતી.

ગઢડાના ધૂફણિયા ગામના વર્ષીય ગણેશ રાઘવાણી (ઉ.વ-65) અને તેમના ભત્રીજા જયદીપ રાઘવણીના પરિવાર વચ્ચે 9 વિઘા જમીનનો વિવાદ ચાલી રહી હતો. આ વિવાદમાં ભત્રીજાએ બાઈક પર જઈ રહેલા કાકા ગણેશ રાઘવાણી અને પત્ની બાઘાબેનને પહેલા ટક્કર મારીને બાદમાં તેમની પર ટ્રેક્ટર ફેરવી દીધું હતું.

જયદીપે નીચે પડેલા કાકા-કાકી પર વારંવાર ટ્રેક્ટર ફેરવીને મોતને ઘાટ ઉતાર્યાં હતા. જેમાં ગણેશભાઈનું ઘટમા સ્થળ પર જ મોત થયું હતું અને તેમના પત્ની ગંભીર રીતે ઘાયલ થતા તેમને ભાવનગરની હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર બાદ તેમનું અવસાન થયું હતું.

ગઢડા પોલીસના પ્રાથમિક તપાસમાં જણાવ્યું કે જયદીપ અને મૃતકના પરિવાર વચ્ચે ઘણા વર્ષોથી જમીન બાબતે વિવાદ ચાલતો હતો. જયદીપના પરિવારના જણાવ્યાં અનુસાર રાઘવાણીનો પરિવાર ઘણા વર્ષોથી ગામમાં 9 વીઘા જમીન વાવતા હતા. આ જમીન તેમના બાપદાદાની માલિકીની છે ગણેશભાઈએ ખોટી રીતે પચાવી પાડી હતી. ગુસ્સે ભરાયેલા જયદીપ તાગ જોઇને બંનેનું કાસળ કાઢી નાખ્યું હતું. પોલીસે જયદીપની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch