Sat,21 September 2024,3:12 am
Print
header

સાળંગપુરમાં 50 સ્વામીઓની બેઠકમાં ન આવ્યો કોઇ નિર્ણય, બીજી તરફ અમદાવાદમાં સનાતન ધર્મના સંતો ઉગ્ર બન્યાં

સાળંગપુર મંદિરમાં મળેલી બેઠકમાં કોઇ નિર્ણય નહીં, 6 સ્વામીનારાયણ મંદિરના 50 સંતો હતા હાજર

અમદાવાદઃ સાળંગપુરમાં વિશાળ હનુમાનજીની પ્રતિમાની નીચેના ભાગમાં કોતરણી કરીને કેટલાક ભીંતચિત્રો લગાવવામાં આવ્યાં છે, જેમાં હનુમાનજીને ઘનશ્યામ સ્વામીના દાસ બતાવાતા સાધુ સંતોમાં રોષ વ્યાપી ગયો છે. આ અપમાન મુદ્દે રાજ્યભરમાં વિરોધ શરૂ થયો છે.આ અંગે અમદાવાદમાં સાધુ-સંતોની બેઠક મળી હતી. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું વિવાદિત લખાણ દૂર કરવા અને સંપ્રદાયના સાહિત્યમાં સનાતન ધર્મ વિશેની આવી કોઇ ટિપ્પણી ન થાય તે માટે માંગ કરાઇ છે.

અમદાવાદની સાધુ - સંતોની બેઠકમાં મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ, ભારતી આશ્રમ, મહામંડલેશ્વર વિશ્વેશ્વરી ભારતી, લંબે નારાયણ આશ્રમ, મહંત હર્ષદ ભારતી, ઇન્દ્રભારતી બાપુના શિષ્ય, સ્વામી ધિરેન્દ્રપુરી (ધાનડા બાપુ) કઠડા આશ્રમ, કચ્છ, કિશોર બાપુ, લાખા બાપુની જગ્યા સોનગઢ, ગેબી પરંપરા, સાધ્વી ગીતાદિદી, ત્રિલોકનાથ વાત્સલ્ય વાટિકા, ગિરનારી આશ્રમ, બાલવા તથા મનસુખભાઈ સુવાગિયા, અધ્યક્ષ, જળક્રાંતિ ટ્રસ્ટ, રાજકોટ ઉપસ્થિત રહ્યાં હતા.

આ દરમિયાન બોટાદમાં મંદિરના પ્રવેશ દ્વાર બંધ કરી દેવાતા ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ માત્ર 3 નબર ગેટ શરૂ છે, જેમાં ફરીને જવાનું હોવાથી લોકોમાં રોષ છે. આ સિવાયના તમામ ગેટ બંધ છે અને દર્શનાર્થીઓને યોગ્ય માહિતી આપવામાં આવતી નથી.

સાળંગપુરમાં ભીંતચિત્રોને લઇ લંબે નારાયણ આશ્રમના મહંત ઋષિભારતી બાપુએ કહ્યું છે કે, હનુમાનજીની પ્રતિમા નીચેથી ભીંતચિત્રો નહીં હટાવાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ સનાતન ધર્મના દેવી-દેવતાઓને નીચે દેખાડવાનો પ્રયાસ છે. સનાતન ધર્મના દેવી દેવતાઓને મોહરા બનાવવાનું બંધ કરો. પાદરીઓની જેમ બ્રેઈન વોશ કરવાનું બંધ કરો. બીજી તરફ સાળંગપુર મંદિરમાં સ્વામીઓની બેઠક મળી હતી, પરંતુ આ ચિત્રો દૂર કરવા કે નહીં તે મામલે કોઇ નિર્ણય લેવાયો નથી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch