Sun,17 November 2024,7:05 pm
Print
header

ગાંધીનગરઃ કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના ઘરમાં તસ્કરો ત્રાટક્યા, રૂ. 2 લાખ રોકડની ચોરી

ગાંધીનગરઃ ગુજરાતમાં તસ્કરોએ નેતાના ઘરને નિશાન બનાવ્યું છે.કોંગ્રેસના કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના ઘરે ચોરી થઈ છે. અંબિકાનગર વિસ્તારમાં આવેલા તેમના મકાનમાં ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. ઘરમાંથી રોકડા 2 લાખ રૂપિયા, 3 ટીવી અને 2 સોનાની ચેઇનની ચોરી થઈ હોવાની વિગતો જાણવા મળી છે. 

ગઈકાલે રાત્રે ચોરીની ઘટના બની હતી. પોતાના ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થતાં ધારાસભ્ય બળદેવજી ઠાકોર ઘરે પહોંચ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ધારાસભ્યને ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યાં બાદ લોકોમાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે જો નેતાના જ ઘરમાં ચોરી થતી હોય તો આમ આદમી ક્યાંથી સલામત રહેશે ?

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch