હેલ્ધી રહેવા માટે મોટા ભાગના લોકો રોજિંદા ખોરાકમાં દૂધનું સેવન કરે છે. તે પોષક તત્વોથી ભરપૂર પ્રોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. પરંતુ શું તમે છાશ ટ્રાય કરો છો કે નહીં ? છાશ આરોગ્યનો ખજાનો કહેવામાં આવે છે. તમે છાશ ડાયટમાં સામેલ કરીને ઘણા આશ્ચર્યજનક ફાયદા મેળવી શકો છો. છાશમાં કેલ્શિયમ, વિટામિન્સ, પોટેશિયમ, પ્રોબાયોટિક્સ, ફોસ્ફરસ અને એન્ટિ-ઓક્સિડન્ટ તત્વો ભરપૂર માત્રામાં હોય છે. દરરોજ એક ગ્લાસ છાશનું સેવન કરવાથી તમે હંમેશા ફિટ અને હેલ્ધી રહી શકો છો.
પાચન શક્તિ મજબૂત બનશે
છાશનું સેવન કરવાથી શરીરનું મેટાબોલિઝમ વધે છે. છાશમાં રહેલા લેક્ટિક એસિડ અને બેક્ટેરિયા પાચન તંત્રને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. જેને કારણે કબજિયાતની સમસ્યા રહેતી નથી અને ખોરાક પણ સરળતાથી પચી જાય છે.
એસિડિટી દૂર રહેશે
એસિડિટીની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે છાશ બેસ્ટ છે. તેનાથી પેટમાં ગેસ અને કબજિયાત થતી નથી. સાથે જ કૂલિંગ ઇફેક્ટ્સથી ભરપૂર છાશ હાર્ટબર્નને દૂર કરવામાં મદદરૂપ થાય છે.
ત્વચા માટે ફાયદાકારક
લેક્ટિક એસિડથી ભરપૂર છાશ ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. છાશ ત્વચાને ડિટોક્સ કરવાનું અને ત્વચાના મૃત કોષોને દૂર કરવાનું કામ કરે છે. જેને કારણે ત્વચાનું ટેક્સચર સુધરવા લાગે છે.
રોગપ્રતિકારક શક્તિ વધશે
દૈનિક આહારમાં છાશનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. સાથે જ એન્ટી ફંગલ, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી-વાયરલ અને એન્ટી કેન્સર ગુણથી ભરપૂર છાશ અનેક ગંભીર રોગોને દૂર રાખવામાં મદદરૂપ થાય છે.
કોલેસ્ટ્રોલ નિયંત્રિત થશે
દરરોજ છાશ પીવાથી શરીરનું બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે. જેના કારણે ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટવા લાગે છે. સાથે જ છાશ હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.
છાશ એનર્જી બૂસ્ટર છે
કેલ્શિયમ, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છાશ શરીરનું એનર્જી બૂસ્ટર છે. સાથે જ વજન ઘટાડવા માટે તે બેસ્ટ છે.
શરીરને ડિટોક્સ કરે છે
છાશને શરીરનું બેસ્ટ ડિટોક્સિંગ એજન્ટ છે. સાથે જ તેમાં રાઈબોફ્લેવિન હોય છે. જેને કારણે શરીરના ઝેરી પદાર્થો બહાર નીકળે છે અને લીવર પણ સ્વસ્થ રહે છે.
(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીને લગતી કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)
આ બીજ ધમનીઓમાં જમા થયેલા ગંદા કોલેસ્ટ્રોલને શોષી લે છે, સ્થૂળતાને પણ નિયંત્રિત કરે છે | 2024-10-31 10:08:43
આ છોડ ખાસ કરીને સ્ત્રીઓ માટે છે ફાયદાકારક, દુખાવો અને હાડકાઓમાં થશે ફાયદો ! | 2024-10-26 10:04:32
આ બીમારીઓમાં ફલાવરનું સેવન ખતરનાક છે, વધી શકે છે આ સમસ્યાઓ, જાણો કોને ન ખાવું જોઈએ ? | 2024-10-24 10:34:33
કાજુ-બદામ કરતા પણ વધુ પાવરફુલ સાબિત થશે આ ડ્રાયફ્રુટ, તેને ડાયટમાં આવી રીતે કરો સામેલ | 2024-10-23 09:18:13
તમે આ રીતે કેલ્શિયમથી ભરપૂર કોળાના બીજનું સેવન કરશો તો તમારા ખોખલા હાડકાં કડક થઇ જશે ! | 2024-10-22 10:29:57