Sat,21 September 2024,8:08 am
Print
header

વધુ એક ગુજરાતી વિદ્યાર્થીનું કેનેડામાં મોત, કાર અકસ્માતમાં અમદાવાદના વર્સિલ પટેલે ગુમાવ્યો જીવ

કેનેડાઃ વધુ એક ગુજરાતી વિદ્યાર્થીનું કેનેડામાં મોત થઇ ગયું છે. ઓન્ટોરિયો પ્રોવિન્સના બેરી શહેરમાં અભ્યાસ કરતા મૂળ અમદાવાદના વર્સિલ પટેલનું એક કાર અકસ્માતમાં મોત થઇ ગયું છે. 19 વર્ષીય વર્ષિલને અમદાવાદ પાછો લાવવા માટે 30 હજાર ડોલરની જરૂર છે, જેમાંથી 21 હજાર ડોલર તેના મિત્રોએ ભેગા કર્યાં છે, બાકીની રકમ માટે પ્રયાસ ચાલી રહ્યાં છે, તેના મોતના સમાચાર સાંભળતા જ તેનો પરિવાર તૂટી પડ્યો છે.

વિદેશમાં ભણવાના મોહમાં અનેક વિદ્યાર્થીઓ કેનેડા પહોંચ્યાં છે, અગાઉ ગુજરાતી વિદ્યાર્થીઓની હત્યાના બનાવો પણ સામે આવ્યાં હતા. હવે વધુ એક વિદ્યાર્થીનું કાર અકસ્માતમાં મોત થયું છે, સ્થાનિક પોલીસે કાર ચલાવનારા વ્યક્તિની ધરપકડ કરી છે અને આ કેસની વધુ વિગતો મેળવી રહી છે.

નોંધનિય છે કે વર્ષિલ પટેલ બેરી વિસ્તારમાં રોડ ક્રોસ કરી રહ્યો હતો, ત્યારે એક કારે તેને અડફેટે લીધો હતો.તેને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, પરંતુ તેને બચાવી શકાયો ન હતો, તે કેનેડા અભ્યાસ માટે ગયો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch