Fri,15 November 2024,7:43 am
Print
header

અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસવાનો પ્રયાસ કરતા 8 લોકોનાં મોત, મૃતકોમાં 4 ભારતીયો પણ સામેલ

સેન્ટ લોરેન્સ નદીમાંથી મળ્યાં મૃતદેહો 

 

અમેરિકાઃ કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરતી વખતે સેન્ટ લોરેન્સ નદીમાં ડૂબી જતા 8 લોકોમાં મોત થયા છે, મૃતકોમાં  ભારતીય પરિવારના સભ્યોનો પણ સમાવેશ થાય છે. કેનેડિયન ન્યૂઝ આઉટલેટ્સ સીબીસી, સીટીવીએ અહેવાલ આપ્યો છે કે કેનેડિયન કોસ્ટગાર્ડ દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન ક્યુબેક ઓન્ટારિયા બોર્ડ પાસે સેન્ટ લોરેન્સ નદીમાંથી આ મૃતદેહો મળ્યાં છે. પહેલા 6 અને પછી 2 મૃતદેહો મળી આવ્યાં હતા.જેમાં નવજાત શિશુનો પણ સમાવેશ થાય છે. 

અક્વેસ્ને મોહોક પોલીસ સર્વિસના ડેપ્યુટી ચીફ લી-એન ઓ બ્રાયને પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, જે લોકોના મૃતદેહો મળ્યાં છે તે બે પરિવારના છે. તેમાંથી એક રોમાનિયન મૂળનો છે, બીજો પરિવાર ભારતીય છે. તમામ મૃતકો કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં બોટ દ્વારા પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યાં હતા અને આ બોટ પલટી ગઇ હતી. 

પોલીસે જણાવ્યું કે, મળી આવેલી એક લાશ ત્રણ વર્ષથી ઓછી ઉંમરના બાળકની હતી બાળકની લાશ કેનેડિયન પાસપોર્ટ સાથે મળી આવી હતી, પોલીસ પરિવારોને જાણ કરવા ઇમિગ્રેશન કેનેડા સાથે કામ કરી રહી છે. 

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે બંને પરિવારો સાથે શું થયું હશે તે અંગે તપાસ જરૂરી છે. નાના બાળકોના મૃતદેહો મળી આવ્યાં છે,તે એક હૃદયદ્રાવક ઘટના છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch