Fri,15 November 2024,7:00 am
Print
header

કેનેડાના એરપોર્ટ પરથી રૂ.121 કરોડની કિંમતનું સોનું ચોરી થઇ ગયું, પોલીસ થઇ દોડતી

કેનેડાઃ ટોરન્ટો ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક ગોલ્ડ કન્ટેનર ગાયબ થઈ ગયું હતું. આ સોનું એક એરપોર્ટથી બીજા એરપોર્ટ પર આવ્યું હતું, પરંતુ તે પછી તે ક્યાં ગાયબ થઈ ગયું તેની કોઈને ખબર પડી નથી. આ કન્ટેનરમાં લગભગ 121 કરોડ રૂપિયાનું સોનું હતું. ચોરીની આ ચોંકાવનારી ઘટના કેનેડાના સૌથી મોટા ટોરન્ટો ઈન્ટરનેશનલ એરપોર્ટની છે. જ્યાં આ કન્ટેનર 17 એપ્રિલની સાંજે પહોંચ્યું હતું. તેમાં સોનું તેમજ અન્ય કિંમતી વસ્તુઓ હતી. 20 એપ્રિલે આ કન્ટેનર ચોરાઈ ગયું હોવાનું જાણવા મળ્યું હતું. કેનેડિયન પોલીસે જણાવ્યું કે પ્લેનમાંથી ઉતાર્યાં બાદ કન્ટેનરની ચોરી થઈ હતી.

પોલીસ હાલ આ કન્ટેનરને શોધી રહી છે. તેને કેનેડાના ઈતિહાસની સૌથી મોટી ચોરીઓમાંની એક ગણાવવામાં આવી રહી છે. પોલીસ અધિકારી સ્ટીફન ડ્યુસ્ટેને જણાવ્યું કે એક વિમાન એરપોર્ટ પર પહોંચ્યું. એરક્રાફ્ટને અનલોડ કરવામાં આવ્યું હતું અને કાર્ગોને એરક્રાફ્ટમાંથી હોલ્ડિંગ કાર્ગો સુવિધામાં ખસેડવામાં આવ્યું હતુ, પોલીસ અધિકારીએ આ કાર્ગો કઈ કંપનીનું છે, કઈ એરલાઈન્સમાં લાવવામાં આવ્યું હતુ, તે અંગે માહિતી આપવાનો ઈન્કાર કર્યો છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી કેસની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તેઓ આ બધી માહિતી આપી શકશે નહીં. હાલમાં આ કેસની ઉંડી તપાસ થઇ રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch